તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

DRIએ 2.22 કરોડનું ગોલ્ડ કબજે કર્યું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | સુરતડીઆરઆઇ દ્વારા સચીન એસઇઝેડ બહારથી બાઇક સવાર બે ઇસમને ઝડપી રૂપિયા 2.22 કરોડનું ગોલ્ડ કબજે કર્યુ હતુ. હાલ બંને આરોપીઓનું સ્ટેટમેન્ટ લેવાની કામગીરી ચાલી રહી છે. ડીઆરઆઇના સૂત્રોએ કહ્યુ કે ગોલ્ડ જુનાગઢ લઇ જવાઇ રહ્યુ હતુ. બે ઇસમ બિન્દાસ્ત બાઇક પર રૂ.10ની એક કાળા રંગની થેલીમાં ગોલ્ડની હેરાફેરી કરી રહ્યા હતા. સૂત્રોએ કહ્યુ કે સચીનના એસઇઝેડમાં આવેલી મેસર્સ ડી જ્વેલમાંથી ગોલ્ડ નિકળયુ હતુ. જેનું વજન આઠ કિલો જેટલુ છે. નોંધનીય છે નિયમ મુજબ આયાતી ગોલ્ડ પ્રોસેસ બાદ એક્સપોર્ટ કરવાનું હોય છે. પરંતુ સંચાલકો લોકલ માર્કેટમાં વેચી દે છે.

અન્ય સમાચારો પણ છે...