તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

IT સરવેમાં રૂપિયા 21 કરોડની જાહેરાત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | આવકવેરાવિભાગના સરવેમાં જમીન દલાલ, બિલ્ડિંગ મટિરિયલ્સ સપ્લાયર્સ અને બે વિવરને ત્યાંના સરવેમાં કુલ રૂપિયા 21 કરોડની બેનામી આવક જાહેર થઈ હતી. જે આવક આઇડીએસ હેઠળ લાવવાની કવાયત તેજ કરાઈ હતી. મગોબના એક જમીન દલાલને ત્યાંથી મળેલાં ડોકયુમેન્ટના લીધે અન્ય એક જમીન દલાલ સુધી સરવેનો રેલો ગયો હતો.નવનિયુક્ત ચીફ કમિશનર હેમંત પાટીદારના પહેલાં સરવેમાં અધિકારીઓને ધાર્યા કરતાં વધુ સફળતા મળી હતી. રેન્જ-2ના વિવર અગ્રણી ગ્રુપ સિંઘવીને ત્યાંના સરવેમાં રૂપિયા આઠ કરોડ, અન્ય એક વિવરને ત્યાંથી રૂપિયા ત્રણ કરોડ, નાનપુરાના બિલ્ડિંગ મટિરિયલ્સવાળાને ત્યાંથી રૂપિયા ત્રણ કરોડ અને મગોબના બે જમીન દલાલને ત્યાંથી રૂપિયા સાત કરોડની બેનામી આવક મળી આવી હતી.

અન્ય સમાચારો પણ છે...