તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • આઇડીએસને ફ્યુચર સ્કીમ બનાવી બિલ્ડરોએ 800 કરોડ વાઇટ કર્યા

આઇડીએસને ફ્યુચર સ્કીમ બનાવી બિલ્ડરોએ 800 કરોડ વાઇટ કર્યા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આઇડીએસમાં 15 ઓગસ્ટ બાદથી શહેરના બિલ્ડરોની વધેલી ઉત્કંઠા ફ્યુચર સ્કીમને આભારી હોવાનું હવે આઇટીના સૂત્રો પણ કહેવા લાગ્યા છે. અમદાવાદ સ્થિત ડીજી કચેરીએ પણ બિલ્ડરોના ખેલને નજીકથી નિહાળ્યો છે. અેટલે આવનારા સમયમાં જ્યારે આઇડીએસ એપ્લિકેશનનું વેરિફિકેશન થશે ત્યારે કબરમાંથી હાડકાં બહાર નીકળે તો નવાઈ નહીં. એક અંદાજ મુજબ બિલ્ડરોએ ભાવિ પ્રોજેક્ટના નામે અત્યાર સુધીમાં રૂપિયા 800 કરોડ જેટલા વ્હાઇટ કરી લીધા છે.

નોંધનીય છે કે ‘દિવ્ય ભાસ્કર’એ અગાઉ બિલ્ડરોના ફ્યુચર સ્કીમના ખેલ અંગેનો અહેવાલ પ્રસિદ્ધ કર્યો હતો. હવે જ્યારે આઇડીએસ સ્કીમ શુક્વારે રાત્રે 12.00 કલાકે પૂર્ણ થઈ રહી છે ત્યારે દરેકનું ધ્યાન ભાવિ પ્રોજેક્ટ પર મંડરાવા લાગ્યું છે. આવનારી 1 ઓક્ટોબર બાદથી ગમે ત્યારે આઇડીએસ એપ્લિકેશનનું વેરિફિકેશન શરૂ થશે ત્યારે અનેક પ્રકારની ગેરરીતિ પણ બહાર આવે એવી સંભાવના છે. સ્થિતિમાં આખેઆખી એપ્લિકેશન રદ થઈ જશે અને કરદાતાએ જે ડિક્લેરેશન કર્યું હશે તેની રેગ્યુલર આવક ગણી લેવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, જમીન કૌભાંડમાં ફસાયેલા અને મોટા દાનવીરો પણ ભાવિ પ્રોજેક્ટ આઇડીએસમાં જાહેર કરી ચૂકયા છે. તમામે બુકિંગ પર ડિક્લેરેશન કર્યું છે. ટેક્સ જાણકારો કહી રહ્યા છે કે બુકિંગ પર તો સર્વિસ ટેક્સ લાગે છે. એટલે ભવિષ્યમાં સર્વિસ ટેક્સની ડિમાન્ડ ઊભી થવાની પણ શક્યતા છે. દરમિયાન શુક્રવારે સ્કીમ અગાઉની છેલ્લી વીડિયો કોન્ફરન્સ યોજાશે.

1700 કરોડનો ફિગર સ્પર્શ, બિલ્ડરના 90 કરોડ

ગુરુવારેઆઇડીએસમાં સુરત આઇટીનો ફિગર રૂપિયા 1700 કરોડને સ્પર્શી ગયો હતો. સૌથી આગળ સીઆઇ ટી-1 હોવાનું જાણવા મળી રહ્યું છે. દરમિયાન એક બિલ્ડરે રૂપિયા 90 કરોડની જાહેરાત કરી હોવાની પણ આઇટીમાં ચર્ચા હતી. જ્યારે ગુરુવારે જે 100 કરોડનું ડિસ્કલોઝર થયું તેમાં સિટીલાઇટના બિલ્ડરના 20 કરોડ, કામરેજના બિલ્ડરના 3.75, અને વરાછાના બિલ્ડરના 1 કરોડનો સમાવેશ થાય છે. અન્ય ફિગર પેની સ્ટોકના હતા.

IDSની આજે છેલ્લી વીડિયો કોન્ફરન્સ

અન્ય સમાચારો પણ છે...