B.Com, BBA અને BCAમાં પ્રવેશની પડાપડી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વીરનર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન બીકોમ, બીબીએ તેમજ બીસીએ કોલેજના પ્રથમ વર્ષમાં પ્રવેશ પ્રક્રિયાના આજે છેલ્લો દિવસ હતો. કુલ 16500 બેઠકો સામે 20531 વિદ્યાર્થીઓએ પ્રવેશ માટે ફોર્મ ભર્યા છે.

ચાલુ વર્ષે યુનિવર્સિટી સત્તાધીશોએ 15 જુને કોલેજ શરૂ કરવા માટે તડામાર તૈયારીઓ કરી હતી. જોકે ચાલુ વર્ષે વધુ વિદ્યાર્થીઓના ધસારાને ધ્યાનમાં રાખીને યુનિવર્સિટીએ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 16 જુન કરી હતી. જેના પરીણામે ચાલુ વર્ષે બેઠક કરતા વધુ વિદ્યાર્થીઓએ ઓનલાઇન ફોર્મ ભરી હેલ્પ સેન્ટર ખાતે વેરીફાઇ કરાવ્યા હતા. ચાલુ વર્ષે યુનિવર્સિટી સંલગ્ન બીકોમ,બીબીએ અને બીસીએ કોલેજમાં પ્રથમ વર્ષમાં કુલ 16500 બેઠકો મંજુર કરાઇ હતી. ગુરૂવારે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતો અત્યાર સુધીમાં કુલ 20531 વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યો હતા. 17 અને 18 જુને યુનિવર્સિટીમાં મોક રાઉન્ડ યોજાશે જેમાં વિદ્યાર્થીઓ ફોર્મમાં સુધારા વધારા કરી શકશે.ત્યારબાદ 21 જુને પ્રથમ રાઉન્ડ માટે મેરીટ લીસ્ટ જાહેર કરવામાં આવશે.

ફોર્મ ભર્યું હોય પણ પ્રવેશ મેળવી શકશે

દર વર્ષે જુલાઇમાં પુરક પરીક્ષા યોજાય છે પરીક્ષામાં પાસ થતા વિદ્યાર્થીઓ્ને પ્રવેશ મળે તે માટે નવેસરથી જાહેરાત કરવામાં આ‌વે છે. જેમાં ફોર્મ ભરવાનું ચુકી ગયેલા વિદ્યાર્થીઓ પણ ફોર્મ ભરી શકે છે. માટે યુનિવર્સિટી દ્વારા 1 જુલાઇ બાદ જાહેરાત કરવામાં આ‌વશે.

16500 બેઠકો સામે 20531 ફોર્મ ભરાયા

અન્ય સમાચારો પણ છે...