• Gujarati News
  • સરીગામમાં રાળપટ્ટીના ઉપાશ્રય ભક્તિભવનનું થયું ભવ્ય ઉદઘાટન

સરીગામમાં રાળપટ્ટીના ઉપાશ્રય-ભક્તિભવનનું થયું ભવ્ય ઉદઘાટન

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સરીગામજૈન સંધમાં રાળપટ્ટીના ધર્મસૂય પ્રભાવક શ્રધ્ધેય જૈનચાર્ય શ્રીમદ વિજય યશોવર્મ સૂરીશ્વરજી મહારાજાની પ્રેરણાથી નિર્માણ પામેલા આલીશાન સંયમ આરાઘનાને ઉપયોગી અત્યંત સુંદર શ્રાવિકા ઉપાશ્રય તથા સાધમિક ભકિત ભવનનો ભવ્ય ઉદઘાટન સમારોહ પૂ.લલ્ધિ-વિક્રમ ગુરૂપટ્ટરત્ન ગુરૂદેવ પ.પૂ.આ યશોવર્મ સૂરજીમ.પૂ.આ.અજિતયશ સૂ.મ.પૂ.સા વિનીત-વિપુલમાલાના શિષ્ય સા.વિવેકમાલાશ્રીજીમ તથા ગામની દિકરી દિક્ષા લઇ પ્રથમવાર પધારેલા સા.વિભૂષિતમાલા અને ગામની 4-4 ભાણેજ દિકરી મહારાજ આદી વિશાલ સાધુ સાધીજીમ.ની નિશ્રામાં રાખવામા આવ્યો હતો. પ્રસંગે ખાસ સમાજ રત્ન સમસ્ત મહારાજના ગિરીશ શાહ તથા દેવેન્દ્રભાઇ જૈન અને જીવદયા પ્રેમી અજીત સેવા મંડળના રાજેશ હસ્તીમલ શાહ પ્રમુખ સ્થાને હતા.અને બેસ્ટ પેપર મિલવાળા રમેશભાઇ રાળપટ્ટી વિશા ઓસવાલ સમાજના અગ્રણી નટવરભાઇ બગવાડા પરગણા સંઘ પ્રમુખ કુંજલભાઇ ઉપસ્થિત રહ્યા હતા.પૂ.મહારાજ તા.15ના અચ્છારી જેૈનસંઘમાં નૂતન ઉપાશ્રયના ઉદઘાટન પ્રસંગે અને તા.16ના કોપરલીમાં દિકરી ભવન ઉપાશ્રયના ઉદઘાટન પ્રસંગે પઘારશે.તા.17 બગવાડા, તા.18 વલસાડ ,તા.19 બિલીમોરા,તા.20 સાલેજ,તા.21 નવસારી,તા.22 સચીન,તા.23ના સુરત-વેસુ-વાસ્તુ લકઝરીયામાં દિનેશભાઇ વડેચાના ઘરે પ્રભુની પ્રતિષ્ઠા વિહાર કરી પધારશે.