તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિસર્જન જોવા ગયેલા યુવકનું વીજકરંટથી મોત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | નવાગામનામહાદેવનગર ખાતે રહેતાં દિલિપ ગંગાપ્રસાદ વર્મા (27) જરીના કારખાનામાં કામ કરતો હતો. ગુરુવારે ગણપતિ વિસર્જન જોવા બપોરે 3.30 વાગ્યે ગયો હતો. ઉધના એકેડેમીક સ્કુલ પાસેથી પસાર થતા વરસાદી પાણી ભરાયેલા ખાડામાંથી પસાર થવા જતાં તેને ઈલેક્ટ્રિક કરંટ લાગ્યો હતો. તેનુ ઘટના સ્થળે મરણ થયું હતું. બનાવ અંગે એએસઆઈ આર.એન.ચૌધરીએ તપાસ હાથ ધરી હતી. પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ ગુરુવારે વરસાદ પડ્યો હતો ત્યારે દિલિપ વરસાદી પાણીના ભરાયેલા ખાડામાંથી પસાર થવા જતાં ડીપીના અર્થિંગ વાયરમાંથી કરંટ પાણીમાં પસાર થતો હોઈ તેને કરંટ લાગ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...