તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિસર્જન યાત્રામાં જૂથ અથડામણ થતાં 1નું મોત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડુમસકુવાડા ત્રણ રસ્તા નજીક વિર્સજન યાત્રામાં વાહનની ટક્કર બાબતે થયેલા ઝઘડામાં ગંભીર રીતે ઘવાયેલા એક યુવકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. બનાવ અંગે ડુમસ પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ભેસ્તાન આવાસ ખાતે રહેતો પ્રતાપ ઈશ્વરભાઈ ઠાકોર(18) માર્કેટ વિસ્તારમાં મજૂરી કરતો હતો. ગુરૂવારે પ્રતાપ તેના મિત્રો સાથે ભેસ્તાન સાર્વજનિક બજરંગ મિત્ર મંડળની ગણેશજીની પ્રતિમા વિસર્જન કરવા માટે ડુમસ ગયા હતો. દરમિયાન ડુમસ કુવાડા ત્રણ રસ્તા નજીક વિર્સજન યાત્રામાં બે વાહન વચ્ચે ટક્કર થયા બાદ તેમના મંડળનો ભેસ્તાનના અન્ય એક મંડળ યુવકો સાથે ઝઘડો થયો હતો જેમાં બન્ને જુથના સભ્યો સામસામે આવી જતાં મારામારી થઈ હતી. મારામારી દરમિયાન સામેના મંડળના ત્રણેક અજાણ્યાઓએ પ્રતાપના માથાના ભાગે ફટકા વડે હુમલો કરતાં ગંભીર ઈજા થતાં પ્રતાપ જમીન પર ઢળી પડ્યો હતો. તેને તાત્કાલિક સારવાર માટે સિવિલમાં ખસેડાયો હતો. જ્યાં સારવાર દરમિયાન શુક્રવારે સવારે પ્રતાપનું મોત નિપજ્યું હતું. બનાવ અંગે ડુમસ પોલીસે હત્યાનો ગુનો નોંધી હુમલો કરનારા હત્યારાઓની શોધખોળ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...