• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • દારૂડિયો લથડીને પડ્યો નહીં કે SPના પગ ધ્રૂજી ગયા

દારૂડિયો લથડીને પડ્યો નહીં કે SPના પગ ધ્રૂજી ગયા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મિથેનોલનો ખેલ કરનારા 3 ઝડપાયા

વરેલીપંથકમાં સર્જોયેલા લઠ્ઠાકાંડમાં એટીએસએ વધુ 3 આરોપીની ધરપકડ કરી હતી.જેમાં કડોદરાના લીસ્ટેડ બુટલેગર રામુ યાદવે મિથેનોલથી દારૂ બનાવ્યો હતો. જ્યારે અન્ય બે ટ્રકો ડ્રાઈવરોએ ટ્રકમાંથી મિથેનોલ બેનંબરી વેચાણ કર્યા હતો.હાલમાં એટીએસએ મિથેનોલના 4 થી 5 લીટર ભરેલા બેરેક કબજે કરીને એફએસએલમાં મોકલી આપ્યા છે. બાબતે આજે એટીએસના ડીસીપી હિમાશું શુંકલાએ આજે જિલ્લા પોલીસ ભવન ખાતે પત્રકાર પરિષદ યોજીને માહિતિ આપી હતી.વધુમાં તેમણે જણાવ્યું કે કડોદરાના લીસ્ટેડ બુટલેગર રામુ સરબુદ્ીન યાદવ(રહે.કડોદરા,મૂળયુપી)એ દેશી દારૂમાં નશો થાય તે માટે ઈન્ડસ્ટ્રીયલ મિથેનોલનો ઉમેરો કરીને દારૂ બનાવ્યો હતો.17મી તારીખે શહેરમાં પહેલો મિથેનોલવાળો દેશી દારૂ સપ્લાય થયો હતો.જેના કારણે દારૂ પીવાથી 18મી તારીખે પરવત પાટીયા વિસ્તારોમાં લોકો બિમાર પડયા હતા.જેમા મિથેનોલ મેચ થયો હતો.જેના કારણે સુરત શહેર અને સુરત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં લઠ્ઠાકાંડને કારણે 19 લોકોના મોત થયા હતા.જ્યારે ટ્રક ડ્રાઈવર મનોજ લલ્લનપ્રસાદ વર્મા(રહે,અમદાવાદ,મૂળ યુપી) તથા કૈલાશ નારાયણ તિવારી (રહે,મુંબઈ,મૂળ યુપી)એ લીસ્ટેડ બુટલેગર રામુ યાદવને ટેન્કરનું સીલ ખોલીને મિથેનોલ આપ્યું હતું.જેથી બન્ને ટ્રકચાલકોની પણએટીએસએ ધરપકડ કરી હતી.આવતીકાલે ત્રણેયને કોર્ટમાં રજુ કરીને રીમાન્ડ મેળવશે.

વિસર્જન બાદ ઘણા સ્થળે રીતે પોટલીની કોથળી વિખેરાયેલી જોવા મળી હતી.

મુંબઈની એજીસ કંપનીમાંથી મિથેનોલ લઈને ભરૂચની ગ્લેનમાર્ક કંપનીમાં લઈને જતા રસ્તામાં બેનંબરમાં બન્ને ડ્રાઈવરો વેચાણ કરી દેતા હતા.લીસ્ટેડ બુટલેગર રામુ યાદવ 40 લીટરના એક બેરેલના 2 હજાર રૂપિયા ડ્રાઈવરોને આપતો હતો.વધુમાં મિથેનોલ ઝેરી પદાર્થ હોવાથી તેને એકસાઈઝ વિભાગના નિયમો પ્રમાણે તેને સીલ કરીને મોકલવામાં આવતું હતું.જેમાં મંુબઈની કંપનીમાંથી ટેન્કરોના સીલને ઢીલા સીલ કરાતા હતા.ડ્રાઈવરો રસ્તામાં આસાનીથી વાલ્વ ખોલીને તેમાંથી મિથેનોલ ચોરી કરી બેનંબરમાં વેચાણ કરી દેતા હતા.આગામી દિવસોમાં એટીએસની ટીમ બાબતે એજીસ કંપની અને ભરૂચની ગ્લેનમાર્ક કંપનીના સ્ટાફની સંડોવણી બાબતે તપાસ કરશે.ટૂંકમાં કેસમાં ડ્રાઈવરોની સાથે કંપનીના સ્ટાફની સંડોવણી વગર સીલ ખોલવુ મુશ્કેલ છે. વધુમાં બન્ને ચાલકો અમીત રોડલાઈન્સ ટ્રાન્સપોર્ટમાં ડ્રાઈવર તરીકે નોકરી કરે છે.

મુંબઈથી મિથેનોલ લઈને ભરૂચ જતા હતા

ટેન્કરમાંથી 40 લિટરના બે બેરલ તફડાવ્યા

કડોદરાહાઈવેના અંતરીયાળ ગામોની સીમમાં રાત્રીના સમયે બન્ને ટ્રકચાલકોએ 240 લીટર મિથેનોલનો જથ્થો લીસ્ટેડ બુટલેગર રામુ યાદવને આપ્યો હતો.જેમાં કૈલાશ તિવારીએ 17 અને 24 ઓગ્ષ્ટએ બુટલેગર રામુને મિથેનોલના 40-40 લીટરના બે બેરલો બે વખત ટેન્કરોમાંથી કાઢી આપ્યા હતા.આવી રીતે 4 સપ્ટેમ્બરે ટેન્કર ચાલક મનોજ વર્માએ પણ મિથેનોલના 40 લીટરના બે બેરલ ટેન્કરમાંથી કાઢી આપ્યા હતા.અમદાવાદમાં થયેલા લઠ્ઠાકાંડ અને સુરતમાં થયેલા લઠ્ઠાકાંડ બન્ને વખત ટેન્કરોમાંથી મિથેનોલની ચોરી કરાય હતી.

રાત્રીના સમયે ચાલકો કડોદરાની અંતરીયાળ ગામની સીમમાં ટેન્કરોમાંથી મિથેનોલ ચોરી કરતા હતા

વરેલી લઠ્ઠાકાંડમાં ઈન્ડસ્ટ્રી યલ મિથેલોન ભેળવીને દેશી દારૂ બનાવતા લોકોના મોત થયા હતા

15 ડિગ્રી બતાવે એટલે મિથેનોલવાળા દારૂ તૈયાર

રામુયાદવ જાતે તેના ઘરે 20 લીટર મિથેલોનમાં 20 લીટર પાણી નાખી તેમાં દેશી દારૂ 20 લીટર ઉમેરીને થર્મામીટરથી તાપમાન માપવામાં આવે છે. શરૂઆતમાં બનાવતી વખતે તાપમાન 35 થી 40 ડીગ્રી હોય છે.બાદમાં તેને ઠડો પાડી 15 ડિગ્રી થર્મામીટર તાપમાન થાય ત્યારે દેશી દારૂ તૈયાર થયો કહેવાય છે.બાદમાં તેની પોટલા બનાવીને શહેર અને જિલ્લાના બુટલેગરોને લીસ્ટેડ બુટલેગર રામુ યાદવ સપ્લાય કરતો હતો.જેમાં ટેન્કરના ચાલક મનોજ વર્માઅ તેને મિથેલોનથી દારૂ કેવી રીતે બનાવવો તેની રીત શીખવી હતી.

SP દારૂ મુદ્દે સ્ટાફનો ઉધડો લેતાં હતા ને ફોન આવ્યો

શુક્રવારેબપોરે નવનિયુક્ત એસપી નિર્લિપ રાય સ્ટાફનો દારૂ મુદ્દે ઉધડો લઈ રહ્યા હતા ત્યારે કડોદરાના યુવકવાળો ફોન કોલ મળતાં તેમણે તત્કાલિક હરકતમાં આવીને યુવકને એક ક્ષણનો પણ વિલંબ કર્યા વગર હોસ્પિટલ લઇને તેનો રિપોર્ટ કરવા સૂચના આપી દીધી હતી.

દૂધનો દાઝ્યો છાશ ફૂંકીને પીએ

વરેલી લઠ્ઠાકાંડના આરોપી - રિતેશ પટેલ

અન્ય સમાચારો પણ છે...