• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • મોદીની એન્ટ્રી સાથે આઈડીએસમાં સુરતના બિલ્ડરે 152 કરોડ જાહેર કર્યા

મોદીની એન્ટ્રી સાથે આઈડીએસમાં સુરતના બિલ્ડરે 152 કરોડ જાહેર કર્યા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડાપ્રધાનનરેન્દ્ર મોદી આજે નવસારી આવી રહ્યા છે સાથે આઇડીએસ (ઇન્કમ ડેકલેરેશન સ્કીમ)માં કરન્ટ આ‌વી ગયો છે. આજે રેસિડેન્સિયલ-કોમર્શિયલ પ્રોજેક્ટમાં મોટુ નામ ગણાતા એક બિલ્ડર ગ્રુપ દ્વારા બે તબક્કામાં રૂપિયા 152 કરોડનું ડિસ્કલોઝર કરવામાં આવ્યુ છે. વ્યક્તિગત કેટેગરીમાં જાહેરાત સમગ્ર ભારતમાં ટોપના સ્થાને હોવાની ચર્ચાએ જોર પકડયુ છે. જો કે, આઇટી સૂત્રો હાલ મામલે કંઇ પણ કેહવાથી બચી રહ્યા છે. દરમિયાન આજે અન્ય એક બિલ્ડર ગ્રુપ દ્વારા રૂપિયા 40 કરોડ,એક જ્વેલર્સ, બિલ્ડર અને બે ડાયમંડ ટ્રેડર્સ દ્વારા પણ રૂપિયા કરોડની બેહિસાબી ...અનુસંધાન પાનાં નં.15

આવક જાહેર કરાતા એક દિવસમાં આઇડીએસનો ફિગર 200 કરોડ વધીને રૂપિયા 580 કરોડની નજીક પહોંચી ગયો હતો.

અગાઉ શક્યતા દર્શાવવામાં આવતી હતી કે નરેન્દ્ર મોદીની સાઉથ ગુજરાતમાં એન્ટ્રી સાથે તેમની ગુડ બુકમાં આવવા કે બની રહેવા માટે શહેરના બિલ્ડરો આઇડીએસમાં બોલી લગાવવાની હરિફાઇ કરશે અને ઘટનાક્રમની જાણે આજથી શરૂઆત થઈ ગઈ છે. છેલ્લાં 25 થી 30 વર્ષથી રીઅલ એસ્ટેટના ધંધા સાથે સંકળાયેલાં બિલ્ડર ગ્રુપ દ્વારા રૂપિયા 152 કરોડના ડિસ્કલોઝર અંગેના ડોકયુમેન્ટ આઇટીમાં સબમિટ કરી દેવામાં આવ્યા છે. બિલ્ડર દ્વારા ઘોડદોડ રોડ, અઠવાલાઇન્સ, સહિત ક્રિમ એરિયામાં અનેક પ્રોજેક્ટ બનાવાયા છે. દરમયિાન અન્ય એક બિલ્ડર કે જેઓ ખાસ કરીને ટેકાસટાઇલ માર્કેટ બનાવવામાં અગ્રેસર છે તેમણે રૂપિયા 40 કરોડની બેનામી આ‌વક કબૂલ કરી હતી. બિલ્ડર દ્વારા પૂણા કુંભારિયા અને બેલ્જિયમ સ્કેવેર પાસે જાયન્ટ કહી શકાય એવી ટેક્સટાઇલ માર્કેટ બનાવવામાં આવી છે. ગ્રુપ દ્વારા એક મોલ પણ બનાવાયો છે. દરમિયના આજે બે ડાયમંડ ટ્રેડર્સ દ્વારા જે રૂપિયા 2.67 કરોડની જાહેરાત કરાઈ છે તે બંને કેસ પેની સ્ટોક હેઠળ છે. સ્કેન્ડલમાં અત્યાર સુધી રૂપિયા 87 કરોડનું ડિસ્કલોઝર આવી ચૂકયુ છે.

ટેક્સટાઇલ માર્કેટના અન્ય એક બિલ્ડરે રૂ. 40 કરોડ જાહેર કર્યા

એક શક્યતા દર્શાવવામાં આવી રહી છે કે મોદીના કાર્યક્રમની સાથે વરાછાના એક બિલ્ડર રૂપિયા 100 કરોડ સુધીની જાહેરાત કરી શકે છે. અા સિવાય પણ અન્ય બિલ્ડરો લાઇનમાં છે. અલબત્ત, અગાઉ જેમ મોદીના સૂટની હરાજીમાં ડાયમંડ અગ્રણી અંતિમ સમયે હાજર રહીને સૌને ચોંકાવી ગયા હતા એવું આઇડીએસની જાહેરાતમાં થાય છે કે કેમ જોવા જેવું રહેશે. સી.એ. પ્રદિપ સિંઘીકહે છે કે આજ રફતાર રહી તો સુરતનો ફિગર બે હજાર કરોડની પણ નજીક જઇ શકે છે.

વરાછાના એક બિલ્ડર 100 કરોડ જાહેર કરવાની તૈયારીમાં

અન્ય સમાચારો પણ છે...