• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • આજથી સુરતથી જોધપુર અને ગોવા માટે સ્પાઇસની ફ્લાઇટ

આજથી સુરતથી જોધપુર અને ગોવા માટે સ્પાઇસની ફ્લાઇટ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ટ્રાન્સપોર્ટેશન રિપોર્ટર | સુરત

સ્પાઈસજેટ દ્વારા આગામી સિઝનમાં કાપડ, ડાયમંડ અને ટુરિઝમ ઉદ્યોગને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી 7 ડિસેમ્બરથી સુરત - જોધપુર અને સુરત - ગોવાની ફ્લાઇટ શરૂ કરી રહી છે. અમદાવાદ - બેંગકોકની ફ્લાઇટ સાથે અમદાવાદ - વારાણસી અને અમદાવાદ - બેંગલુરૂની પણ ફ્લાઇટ શરૂ કરી છે.

સ્પાઈસ જેટના અધિકારીએ કહ્યું હતું કે, ગુજરાતમાં એર પેસેન્જરોની સંખ્યામાં ખૂબ વધારો થઈ રહ્યો છે. જેમાં ખાસ કરીને સુરતીઓ હરવા ફરવા માટે ગોવા અને જોધપુર સહિતના અન્ય સ્થળોએ વારંવાર જતા હોય છે.મોટા ભાગના ગુજરાતીઓ બેંગકોક ખૂબ જાય છે. ત્યારે તેમને પણ બેંગકોકની ઇન્ટરનેશનલ ફ્લાઇટ મળવી જરૂરી છે, જેથી ફ્લાઇટ અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટથી શરૂ કરવા જઈ રહ્યા છે. જેની સાથે અમદાવાદ - વારાણસી અને અમદાવાદ બેંગલુરૂની પણ ફ્લાઇટ તારીખથી શરૂ કરી રહ્યા છે.

દોઢ કલાકમાં જોધપુર, બેમાં ગોવા

ક્યાંથી ક્યાં સુધી પ્રસ્થાન આગમન

સુરતગોવા 17.05 18.55

ગોવા સુરત 7.15 8.40

સુરત જોધપુર 9.10 10.40

જોધપુર સુરત 14 .30 16.10

અમદાવાદ બેંગકોક 18.30 0.40

બેંગકોક અમદાવાદ 2.05 5.30

ડાયમંડ, કાપડ અને ટુરિઝમ ઉદ્યોગને પ્રોત્સાહન મળશે

અન્ય સમાચારો પણ છે...