તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધ્વનિ પ્રદુષણથી સુરતનાં હાલ થયાં બેહાલ..!!

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરતશહેરની ઓળખાણ મોજીલા શહેર તરીકે વધુ..! હર હાલ મેં હમ તો ખુશ હૈ’’ પણ ધ્વનિપ્રદુષણ મામલે આપણા હાલ ઘણાં બે-હાલ થયાં છે. તમને નથી લાગતું કે કેટલાક વચ્ચેથી આપણું સ્માર્ટસિટી અબજોનું ઘર બની ગયું છે. આધુનિક મોલ્સ થિયેટર્સથી લઈને કલાક્ષેત્રમાં કે રેલ્વેસ્ટેશન અને ફ્લાય ઓવર્સ બધું અપગ્રેડ થવા માંડ્યું છે. ત્યારે શહેરમાં થતાં બેફામ અવાજો માટે આપણે સૌ કેમ ચુપચાપ છે? ટ્રક, રીક્ષા, બસ અને ટેમ્પોના સાયલન્સર વગરનાં ધુમાડા કાઢતાં કર્કશ અવાજો, સોસાયટી, શેરીઓ અને જાહેર મેદાનોમાં થતી પ્રવૃતિઓમાં માઈકની જરૂર ખરી? દરેક વ્યક્તિને પોતાની અભિવ્યક્તિ એવી હોય છે. પણ અેટલા મોટા અવાજથી રસ્તા ઉપર અને ટ્રાફિકની લીડમાં પણ કોણ પહેલો પહોંચે એની હરીફાઈમાં મોટરકાર અને બાઈકર્સનાં ગેંગનાં હોર્નની હરિફાઈ, આપણી અંદર ડર અને તાણ પેદા કરતા હોય છે. ક્યાંક બપોરના અને સાંજના સમયે ફેરિયાઓ અને લારી-ગલ્લાવાળાઓની થતી મોટેમોટેથી બુમાબુમ અને ઘરોમાં થતાં ઝગડાઓ ગાળાગાળી અને અડોશપડોશની લડાઈએ ક્યાંક આપણને ધીરે ધીરે બહેરાશ તરફ તો નહી લઈ જાય ને! હવે શ્રાવણ માસથી ઉત્સવો અને તહેવારોની મોસમ શરૂ થઈ જશે. ગણેશચતુર્થી, જન્માષ્ટમી અને નવરાત્રી સુધી સવારે બપોરે અને રાત્રે મોટે મોટેથી વાગતા લાઉડસ્પિકર્સ કોઈ બિમાર વ્યક્તિ વૃધ્ધ વ્યક્તિ એના નાના શિશુઓની માનસિક અવસ્થામાં વધારો કરે છે. એક સમજદાર નાગરિક તરીકે આપણા સૌની નૈતિક ફરજ છે કે, આવા પ્રદુષણ તરફ પોલીસમાં ફરિયાદ કરીને પ્રેમથી સમજાવીએ અને કડક કાયદાઓ અમલમાં મુકીને શહેરને અવાજોથી મુક્ત રાખતા શીખીએ..!!

સિટી વુમન

{ નમ્રતા દેસાઈ

લેખિકા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો