તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એટિટ્યુડ એન્ડ સોફ્ટ સ્કિલ પર સેમિનાર યોજાયો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક

જીટીયુસંલગ્ન ડિગ્રી-ડિપ્લોમા એન્જીનિયરીંગ, ફાર્મસી, એમ.બી.એ અને એમ.સી.એમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીની કારકિર્દીની સજ્જતા માટે સુરત-સંકુલની સ્થાપના કરવામાં આવી છે. સુરતની કોલેજો અને ઔદ્યોગિક એકમો વચ્ચે તાલમેલ જળવાય અને વિદ્યાર્થીઓ માટે કારકિર્દીની નવી તકો મળી રહે માટે સ્કેટ કોલેજ ઓફ એન્જીનિયરીંગ ખાતે ‘એટિટ્યૂડ એન્ડ સોફ્ટ સ્કિલ’ વિષય પર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શહેરની 28 કોલેજનાં 96 શિક્ષકોએ ભાગ લીધો હતો. સેમિનારમાં સુરત એન્જીનિયરીંગ વિકાસ એસોસિએશનનાં હેતલ મહેતા, પંકજ ત્રિવેદી, મયંક દલાલ અને વલસાડનાં નીરવ ત્રિવેદી દ્વારા ઔદ્યોગિક ક્ષેત્રે વિદ્યાર્થીઓનાં વર્તન, એમનામાં જોવા મળતી ઉણપ વિશે ચર્ચા કરી હતી અને શિક્ષકો વિદ્યાર્થીઓનાં એટિટ્યૂડમાં કંઈ રીતે ફેરફાર લાવી શકાય વિશે માહિતી આપી હતી તેમજ એજ્યુકેશનમાં એટિટ્યૂડ કેવો મહત્વનો ભાગ ભજવે છે વિશે જણાવવામાં આવ્યું હતું. સેમિનારમાં શિક્ષકોએ વિદ્યાર્થીઓ તરફથી જોવા મળતા વિવિધ પ્રશ્નો પણ રજૂ કર્યાં હતાં અને તેના ઉકેલ સંબંધી ચર્ચા કરી હતી.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો