નામમાં ફેરફાર હોવાથી કારનો વીમો નકારાયો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કારઅકસ્માતમાંહજીરાના રહીશે કરાયેલો વીમાકેલઇમ કોર્ટે નકાર્યો હતો. કોર્ટના ધ્યાન પર આવ્યું હતું કે ફરિયાદી બાબુ નામનો વ્યકિત છે અને પોલિસીમાં બાલુભાઈ છે, જ્યારે કારનું રિપેરિંગ બિલ રજૂ કરાયું છે તેમાં પ્રકાશભાઈ નામ છે. વીમા કંપની તરફથી એડવોકેટ દર્શન શાહે દલીલ કરી હતી.

હજીરા રહેતા ફરિયાદીએ ખટોદરાના બે એજન્ટ મારફત વીમો લીધો હતો. જે વીમો રિન્યૂ કરાવવાનો હોવાથી ફરિયાદીએ રૂ7 હજાર આપ્યા હતા. દરમિયાન ફરિયાદીની કારને અકસ્માત થતાં 7 હજારનો કલેઇમ કરાયો હતો, જે વીમાં કંપનીએ ખોટા ડિકલેરેશનના આધારે રદ કર્યો હતો. કોર્ટ પ્રોસિજર દરમિયાન મુદ્દો પણ ઉઠ્યો હતો કે પ્રપોઝલ ફોર્મ કોણે ભર્યું છે. કેમકે તેમાં સહીનો વિવાદ હતો. દલીલ બાદ કોર્ટે પોતાના હુકમમાં ટાંક્યું હતું કે ફરિયાદી ફરિયાદમાં પોતાનું નામ બાબુભાઈ લખે છે, જ્યારે આર.સી.બુકમાં બાલુભાઈ છે. પોલિસીમાં પણ બાલુભાઈ છે અને પ્રપોઝલ ફોર્મમાં પણ બાલુભાઈ છે. ફરિયાદીએ ફરિયાદ સાથે પોતાની ઓળખ અંગેનું કોઈ આઇડકાર્ડ રજૂ કર્યું નથી કે પોતાનો ફોટો પણ લગાવ્યો નથી. ગાડીના રિપેરિંપ બિલમાં પણ માલિક તરીકે તેમનું નામ નથી. બિલમાં પણ પ્રકાશભાઈ લખ્યું છે. આમ, તમામ પુરાવાના આધારે કોર્ટે અરજી રદ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...