• Gujarati News
  • કાપડ વેપારીઓને મળેલી બીજી નોટિસમાં ઇમ્પેક્ટ ફી વધારી દેવાઈ

કાપડ વેપારીઓને મળેલી બીજી નોટિસમાં ઇમ્પેક્ટ ફી વધારી દેવાઈ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ટેક્સટાઇલમાર્કેટોના પાર્કિંગમાં દુકાનો બાંધીને બિલ્ડરોએ વેપારીઓને પધરાવી દીધા બાદ હવે ઇમ્પેક્ટ ફી ભરવાની આખરી નોટિસ મળતા વેપારીઓ દોડતા થયા છે. ફોસ્ટાના અગ્રણીઓએ મંગળવારે પાલિકાના શાસક પક્ષના નેતા કિશોર બિંદલને બોલાવીને તેમની સાથે ફરી બેઠક કરી હતી, જેમાં વેપારીઓએ પ્રથમ નોટિસ અને બીજી નોટિસ વચ્ચે રકમમાં તફાવત હોવાની ફરિયાદ કરી હતી.

ટેક્સટાઇલ માર્કેટોના પાર્કિંગમાં બંધાયેલી દુકાનો મામલે પાલિકાએ ઇમ્પેક્ટ ફી ભરવાની આખરી નોટિસ આપી છે. મંગળવારે જે જે માર્કેટના બોર્ડ રૂમમાં ફોસ્ટાના પદાધિકારીઓ સાથે પાલિકાના શાસક પક્ષના નેતા કિશોર બિંદલને બોલાવીને ગાંધીનગર રજૂઆત કરવા અંગે નક્કી કરાયું હતું. ઉપરાંત બેઠકમાં 30થી વધુ વેપારીઓ પણ હતા જેમણે તેમને અગાઉ આપવામાં આવેલી નોટિસમાં જે રકમ ભરવાની થતી હતી તેમાં અને હાલની નોટિસમાં રકમ વધારે હોવાના પુરાવા સહિતની વિગતો રજૂ કરી હતી. જ્યારે પાલિકાના અધિકારીઓને મામલે વેપારીઓએ જાણ કરી ત્યારે તેમને એવું પણ જણાવાયું હતું કે રકમ જમા નહીં કરાવો તો હજુ પણ વધારો કરાશે. બેઠકમાં કિશોર બિંદલે વેપારીઓની રજૂઆત બાદ સ્વીકાર્યું હતું કે, માર્કેટના વેપારીઓને ઇમ્પેક્ટ ફી મામલે અન્યાય થયો છે અને તેમને ન્યાય મળે તે આવશ્યક છે. જો કે, તેમણે વિવિધ રાજકીય નેતાઓને સાથે લઇને અલગ અલગ રજૂઆતો કરવાની વાત સામે પોતાનો અણગમો વ્યક્ત કર્યો હતો અને એક આગેવાનને સાથે રાખીને મુખ્યમંત્રી સમક્ષ જવાનું જણાવ્યું હતું.

રિંગ રોડ ટેક્સટાઇલ માર્કેટ કમેલા દરવાજા ખાતે આવેલા પાલિકાના કતલખાનાને વડોદ લઇ જવાની દરખાસ્ત હાલમાં દફતરે કરવામાં આવી છે. પ્રશ્નનો ઉકેલ આવી જાય તેમ હતો પરંતુ સ્ટેન્ડિંગ કમિટીમાં આંતરીક જુથબંધીને કારણે દરખાસ્ત દફતરે કરવામાં આવી હોવાનું પણ કિશોર બિંદલે વેપારીઓને ઔપચારિક રીતે જણાવ્યુ હતું. ફોસ્ટા દ્વારા હવે કતલખાના મામલે પણ નવેસરથી રજૂઆત કરવામાં આવશે.

^નવી નોટિસથી વેપારી આલમમાં રોષ જોવા મળે છે. અમે આગામી દિવસોમાં ગાંધીનગર ખાતે જે ફાઇલ મુખ્યમંત્રીના ટેબલ પર છે તે મામલે પુર્ણેશ મોદી સહિતના આગેવાનોને સાથે રાખીને છેલ્લી વખત રજૂઆત કરીશુ અને મામલે ઝડપથી નિર્ણય લેવાય એવી માંગણી કરીશું. > ચંપાલાલબોથરા, સેક્રેટરીફોસ્ટા

રિંગરોડની શ્રીજી માર્કેટની શ્રી માર્કેટના એક વેપારીને ઇમ્પેક્ટ ફી ની પ્રથમ નોટિસમાં રૂ.9 લાખ જમા કરાવવા માટે જાણ કરવામાં આવી હતી. ત્યાર બાદ બીજી નોટિસમાં રૂ.14 લાખ થઇ ગયા હતા અને જો રકમ હજુ નહીં જમા થાય તો આગામી નોટિસમાં રકમ વધશે એવી પણ ધમકી અધિકારીઓ દ્વારા અપાયાની ફરિયાદ તેણે કરી હતી.

કતલખાના મુદ્દે આંતરિક જૂથબંધી નડી

મુખ્યમંત્રી સમક્ષ ફરી માંગણી કરાશે

9 લાખ પરથી સીધા 14 લાખ કરી દેવાયા

વેપારીઓ સાથે અન્યાય થયો હોવાનું પાલિકાએ સ્વીકાર્યું

પાલિકાના શાસક પક્ષના નેતા સાથેની બેઠકમાં ફરિયાદ