• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • ન્યૂ ટીટી માર્કેટના વેપારી પાસે ઉધારમાં સાડી ખરીદી ~ 31 લાખની છેતરપિંડી

ન્યૂ ટીટી માર્કેટના વેપારી પાસે ઉધારમાં સાડી ખરીદી ~ 31 લાખની છેતરપિંડી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રિંગરોડ ન્યૂ ટીટી માર્કેટના કાપડના વેપારી પાસેથી સુરતના દલાલ હસ્તક મુંબઈના એક વેપારએ ઉધારમાં માલ ખરીદી રૂ.31 લાખથી વધુની છેતરપિંડી કરી હોવાની ફરિયાદ નોંધાઈ છે. વેપારીની ફરિયાદના આધારે સલાબતપુરા પોલીસે બંને સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

શહેરના સારોલી ખાતે કુંભારિયા રોડ ભક્તિધામ મંદિર સામે અભીષેક રેસિડન્સીમાં રહેતા વિજયભાઈ રણજીતભાઈ રાવ રિંગ રોડની ન્યૂ ટીટી માર્કેટમાં સાડીનો વેપાર કરે છે. જુલાઈ 2014માં એલબી-ટર્નિંગ પર ભટાર રોડ ઘનશ્યામનગર ખાતે રહેતા અને રિંગ રોડની એન.ટી. માર્કેટમાં અરિહંત ઈન્ટરનેશનલના નામથી કાપડ દલાલીનો વ્યવસાય કરતા ગિરીશભાઈ ગુલાબભાઈ પારેખે તેમનો પરિચય મુંબઈ વિક્રોલી ઈસ્ટમાં મહેશ સાડીના નામથી સાડીનો વેપાર કરતા મહેશભાઈ સાથે મુલાકાત કરાવી હતી અને તેમની પાસેથી માલ અપાવ્યો હતો. વિજયભાઈનો વિશ્વાસ કેળવી લીધા બાદ દલાલ ગિરીશભાઈએ તેને 11 જુલાઈથી 24 જાન્યુઆરી 2015 દરમિયાન વિજયભાઈની દુકાનમાંથી તેમજ તેમના પિતાની એમ.જી. સારીઝ નામની ફર્મમાંથી કુલ રૂ.31,35,730નો માલ ઉધારમાં અપાવ્યો હતો. જો કે, વિજયભાઈએ મોકલેલો માલ મહેશભાઈએ બજારમાં વેચી દીધો હોવા છતાં મુદત પૂરી થયા બાદ પણ માલનું પેમેન્ટ ચુકવ્યું હતું અને તેમની સાથે છેતરપિંડી કરી હતી. અવાર-નવારની ઉઘરાણી બાદ પણ બંનેએ વિજયભાઈને પેમેન્ટ ચુકવતાં આખરે વિજયભાઈએ સલાબતપુરા પોલીસ મથકમાં વેપારી અને દલાલ બંને સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. વિજયભાઈની ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.

માર્કેટોના દલાલોની માહિતી એકત્રિત કરાતી નથી

માર્કેટવિસ્તારમાં ઉધારમાં ધંધો કરનારા ઘણા વેપારીઓ દલાલોના વિશ્વાસે માલ આપતા હોય છે. માર્કેટમાં વેપારીઓ ઉઠમણું કરી જાય તે માટે તેમની તમામ માહિતી સ્થાનિક પોલીસ મથકમાં જમા કરાવવાની રહે છે. પરંતુ માર્કેટમાં દલાલો માટે એવી કોઈ ખાસ વ્યવસ્થા કરવામાં આવી નથી. પોતાને જૂના દલાલ તરીકે ઓળખ અાપનારા અને બોલવામાં ચપળ એવા કેટલાક દલાલો વેપારીઓને સારો નફો અપાવવાના બહાને વિશ્વાસ કેળવી લે છે. એકાદ-બે વખત સારો એવો ધંધો કરાવી આપી રૂપિયાનું પેમેન્ટ પણ અપાવે છે અને પછી સમય મળતાં ઠગને ઉભો કરી માલ ઉધાર અપાવે છે અને પછી પોતે પણ રફૂચક્કર થઈ જાય છે.

ખરીદેલી સાડી માર્કેટમાં વેચીને પોતે રોકડી કરી લીધી હતી

મુંબઈના ઠગ વેપારીએ ખરીદી કરી હાથ ઉચા કરી દીધા

અન્ય સમાચારો પણ છે...