- Gujarati News
- સુરત |ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા વિજ્ઞાન
સુરત |ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા વિજ્ઞાન
સુરત |ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા વિજ્ઞાન પ્રવાહ સેમેસ્ટર 2 ની પરીક્ષા લેવામાં આવી હતી. જેમાંથી ઓએમઆર માર્કશીટની નકલ મેળવવા માટે ઘણા વિદ્યાર્થીઓએ અરજી કરી હતી.જેની છેલ્લી તારીખ 24 જુલાઇ નક્કી કરવામાં આવી હતી.પરંતુ વિદ્યાર્થીઓ અને વાલીઓની માંગણી ધ્યાને રાખી 30 જુલાઇ સુધી તારીખ લંબાવી છે.જેના માટે નમૂના મુજબની અરજી, જરૂરી ફી અને બેંકનો ડિમાન્ડ ડ્રાફ્ટ બોર્ડની કચેરીમાં જમા કરાવવાનો રહેશે.
શિક્ષણ | ઓએમઆરની નકલ મેળવવાની તારીખ લંબાવાઇ