ગજબ ઈંડિયા

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પંડોળરહેમતનગરના 3 પરિવારના બે બાળકો અને ચાર બાળકીઓ રૂ.5 હજાર લઈ ઘરેથી ક્યાંક નાસી ગયા છે. ત્રણેય પરિવારોએ પોતાના બાળકોના ગુમ થવા અંગે ચોક બજાર પોલીસ મથકમાં જાણવાજોગ આપતાં પોલીસે અપહરણનો ગુનો નોંધી બાળકોની શોધખોળ હાથ ધરી છે. બાળકો પાસે એક મોબાઇલ પણ છે પરંતુ તેઓ ઘરેથી નીકળ્યા ત્યારથી તે સ્વિચ ઓફ છે.

પંડોળ નજીક અટલજીનગર ખાતે રહેતા અને કરીયાણાની દુકાન ચલાવતા પ્રભુભાઈ રામરાજ યાદવ અને તેમની પાડોશમાં રહેતા અનીલ ગોરખ જાદવ તથા દેવેન્દ્ર રામચંદ્ર તિવારીના 6 બાળકો ઘરેથી કોઈને કઈ પણ કહ્યા વગર ચાલી ગયા છે. રૂ.5 હજાર અને કપડા લઈને શનિવારથી તેઓ ગાયબ છે. શનિવારે મોડી સાંજ સુધી બાળકો ઘરે પરત ફરતા તેમના પરિવારે બાળકોની શોધખોળ કરી પણ પત્તો લાગ્યો હતો. કરીયાણાની દુકાન ધરાવતા પ્રભુભાઈની 12 વર્ષની પુત્રી અને 9 વર્ષનો પુત્ર ઘરેથી બે જોડી કપડા લઈ તેમજ તેમની સામે રહેતા શ્રમજીવીની એક 10 વર્ષની પુત્રી અને એક 7 વર્ષની પુત્રી રૂ.5 હજાર લઈને અને તેમની બાજુમાં રહેતા એક પરિવારની 12 વર્ષની પુત્રી અને 10 વર્ષનો પુત્ર ગુમ થયા છે. પોલીસે પ્રકરણમાં અપહરણનો ગુનો નોંધી તમામ બાળકોની શોધખોળ હાથ ધરી છે. ત્રણેય પરિવારો થોડો સમય પહેલા સુરતમાં રહેવા આવ્યા હોવાથી બાળકોને સુરતમાં ગમતું હોવાથી વતન નાસી ગયા હોવાની શંકા છે.

રહેમતનગરમાંથી ગુમ થયેલા બાળકો

થોડા સમય પહેલાં ગામથી આવેલા બાળકોને સુરતમાં ગમતું હોવાથી વતન નાસી ગયા હોવાની શંકા

રાજ દેવેન્દ્ર તિવારી (10)

અંજલી અનીલ ગોરખ (7)

અનુપ પ્રભુ યાદવ (9)

કીર્તિ દેવેન્દ્ર તિવારી (12)

કાજલ અનિલ ગોરખ (10)

અંજના પ્રભુ યાદવ (12)

પંડોળના 3 પરિવારના 6 બાળકો ~ 5000 લઈ ગુમ