• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • કોટડા મહોલ્લાને વૈકલ્પિક આવાસ ફાળવણી કર્યા બાદ ડિમોલિશન

કોટડા મહોલ્લાને વૈકલ્પિક આવાસ ફાળવણી કર્યા બાદ ડિમોલિશન

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇન્ફ્રાસ્ટ્રકચર રિપોર્ટર.સુરત

લાલદરવાજા પટેલ વાડી પાસે આવેલા કોટડા મહોલ્લામાં લાઇનદોરીનો અમલ કરીને 30 પરીવારોને બેઘર કરતા પહેલા તમામ લોકોને વૈકલ્પિક આવાસની ફાળવણી કર્યા બાદ ડીમોલીશન કરવામાં આવનાર છે. તેના કારણે આજે કોટડા મહોલ્લામાં ડીમોલીશન કરવા ગયેલી સેન્ટ્રલ ઝોનની ટીમ સ્થાનિક લોકોના વિરોધને કારણે પરત ફરી હતી.

કોટડા મહોલ્લામાં આવેલા 30 પરીવારોને ભેસ્તાન અથવા તો વડોદમાં વૈકલ્પિક આવાસ ફાળવવાનો નિર્ણય સેન્ટ્રલ ઝોને કરીને તમામ લોકોને આવાસ બતાવી પણ દેવામાં આવ્યા છે. જ્યારે આગામી એકાદ બે દિવસમાં તેઓને આવાસની ફાળવણી કરવા માટેનો ડ્રો કરીને આવાસ ફાળવી પણ દેવામાં આવનાર છે. ત્યાર બાદ તેઓના મકાનનને તોડવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે. આજે જ્યારે સેન્ટ્રલ ઝોનના અધિકારીઓ કોટડા મહોલ્લાના મકાનને દુર કરવા માટે આવ્યા ત્યારે કોર્પોરેટર દિનેશ કાછડીયા સહિતનાઓએ વિરોધ કરીને કામગીરી અટકાવી દીધી હતી. તેના કારણે વૈકલ્પિક આવાસની ફાળવણી કરવામાં આવ્યા બાદ ડીમોલીશન કરવાની રજુઆત થતા આવાસ ફાળવ્યા બાદ ડીમોલીશન કરવામાં આવનાર છે.

બીજાદિવસે પણ લાલદરવાજા ખાતે કોગેસના સભ્યોએ ડિમોલિશનનો વિરોધ કર્યોં હતો. }મનોજ તેરૈયા

એકાદ-બે દિવસમાં ડ્રો કરીને આવાસ ફાળવી દેવાશે

સ્થાનિકોના સજ્જડ વિરોધ બાદ પાલિકાની ટીમ પાછી ફરી

અન્ય સમાચારો પણ છે...