• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સિવિલમાં દર્દીઓને સગવડ મળતાં આપની કલેક્ટર સમક્ષ રજૂઆત

સિવિલમાં દર્દીઓને સગવડ મળતાં આપની કલેક્ટર સમક્ષ રજૂઆત

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સિવિલહોસ્પિટલમાં ચાલતી લાલિયાવાડીને પગલે આમ આદમી પાર્ટી (આપ)એ સિવિલના ઈનચાર્જ સુપરિન્ટેન્ડન્ટ તથા કલેક્ટરને આવેદન આપી રજૂઆતો કરી હતી.

સિવિલમાં સારવાર અંગેની વ્યવસ્થાઓમાં અનેક ખામીઓ છે. હોસ્પિટલમાં સાધન-સુવિધાની સ્થિતિ કથળી છે. સિવિલ હોસ્પિટલમાં મોંઘાંદાટ સાધનો હોવા છતાં ક્યાં તો તે બંધ હાલતમાં કે બગડેલી હાલતમાં છે. દર્દીઓ માટેની આવશ્યક દવાઓ હોસ્પિટલ તરફથી ઉપલબ્ધ કરાવવામાં આવતી નથી. દર્દીઓને બહારથી દવા ખરીદવા માટે આગ્રહ થતો હોય છે. માટે સિવિલનું વહીવટી તંત્ર સંપૂર્ણ જવાબદાર છે. જો દર્દીઓને યોગ્ય સારવાર અને દવાઓ મળવાના હોઈ તો હોસ્પિટલ બંધ કરી દેવી હિતાવહ છે. તેમજ હોસ્પિટલમાં દર્દીઓ સાથેનો વ્યવહાર માનવતાભર્યો નથી એ‌વી ફરિયાદો મળી રહી છે. દર્દીઓ માનસિક રીતે ત્રસ્ત હોઈ તેઓથી આક્રોશભર્યું વર્તન થઈ શકે છે પરંતુ તબીબો એમને માટે તારણહાર હોઈ તેમણે વિવેક કે માનવતા છોડવી જોઈએ. તેમ આમ આદમી પાર્ટીએ ડો.વાડેલ અને કલેક્ટરને આવેદન પત્રમાં જણાવ્યું હતું.

બાળકનો વોર્ડ જુનિયર રેસિડેન્ટથી ચાલે છે

રમાકાંત કૌશિક નામની વ્યક્તિ તેના પુત્ર શિવમને સારવાર માટે ટ્રોમા સેન્ટરમાં લાવતાં ત્યાંથી એચ-4 બાળકોના વોર્ડમાં મોકલી દેવાયા હતા. તો ઓપીડીમાં કોઈ સિનિયર ડોક્ટર હતાં. જુનિયર રેસિડેન્ટ હતો. તેણે બહાર મેડિકલ સ્ટોર્સમાંથી દવા લઈ આવવાનું લખી આપી જવાબદારીમાંથી દૂર થઈ જઈ સિસ્ટર, સ્ટાફના હવાલે છોડી દીધાં હતાં. તો વોર્ડમાં એક બેડ પર બે બાળકોને દાખલ કરી સારવાર કરાતી હતી. અંગે રમાકાંત સુપરિન્ટેન્ડન્ટ ઓફિસ ફરિયાદ માટે ગયા તો ત્યાં તાળું લટકતું હતું. જો કોઈ મોટી હોનારત થાય તો લોકોનું શું થાય તે કલ્પના પણ ડરાવનારી છે.

દર્દીઓ સાથે અમાનવીય વર્તન થતું હોવાનો પણ આક્ષેપ

અન્ય સમાચારો પણ છે...