• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • ડોનેશન ઉઘરાવતી શાળાઓ સામે કાર્યવાહી કરો: યુથ કોંગ્રેસ

ડોનેશન ઉઘરાવતી શાળાઓ સામે કાર્યવાહી કરો: યુથ કોંગ્રેસ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એજ્યુકેશન રિપોર્ટર.સુરત કોંગ્રેસ

શહેરનીકેટલીક ખ્યાતનામ શાળાઓમાં શાળા-સંચાલકો દ્વારા એડમિશનના નામે વાલીઓ પાસેથી ઉઘાડી લૂંટ ચલાવવામાં આવી રહી છે. જેની સામે વિરોધ નોંધાવવા સુરત યુથ કોંગ્રેસ દ્વારા ગુરૂવારે જિલ્લા શિક્ષણાધિકારીને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ હતી.

શહેરની મોટા ભાગની શાળાઓમાં સ્કૂલ ડેવલપમેન્ટના નામે વાલીઓ પાસેથી સ્કૂલ બસમાં આવવું, સ્કૂલમાંથી પાઠ્યપુસ્તકો લેવા, સ્કૂલમાંથી નાસ્તો લેવો વગેરેને નામે ખોટાં ઉઘરાણાં કરી શાળા-સંચાલકો દ્વારા વાલીઓના ખિસ્સા ખાલી કરવામાં આવી રહ્યા છે. બધા ઉઘરાણા કરી શાળાઓ દ્વારા આરટીઇ એક્ટનો ખુલ્લેઆમ ભંગ કરાતો હોવાની ફરિયાદ સાથે યુથ કોંગ્રેસે જિલ્લા શિક્ષણ અધિકારીને આવેદનપત્ર આપી શિક્ષણનો ભ્રષ્ટાચાર અટકાવવા અપીલ કરી હતી. તેમજ આર.એસ.એસ. અને બીજેપીના ઇશારે શિક્ષણનું વ્યાપારીકરણ થતું હોવાની ફરિયાદ સાથે જિલ્લા શિક્ષણાધિકારી યુ.એન. રાઠોડને આવેદનપત્ર આપ્યું હતું. સાથે-સાથે ખાખી ચડ્ડી આપી વિરોધ નોંધાવ્યો હતો.

ડીઈઓને ખાખી ચડ્ડી આપી વિરોધ કરાયો

અન્ય સમાચારો પણ છે...