• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • રાજ્યની સ્કૂલોમાં RTE પ્રવેશનું સરપ્રાઇઝ ચેકિંગ

રાજ્યની સ્કૂલોમાં RTE પ્રવેશનું સરપ્રાઇઝ ચેકિંગ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
IPS-IASની ટીમે અમદાવાદ, સુરત, રાજકોટ, ભાવનગર સહિતના વિસ્તારોમાં તપાસ

દિનેશ જોષી. ગાંધીનગર

રાજ્યનીઅનેક શાળાઓમાં રાઈટ ટુ એજ્યુકેશન(આરટીઈ)નો કાં તો અમલ નથી થતો અથવા આડેધડ અમલ થવાની ફરિયાદોના સંદર્ભમાં હાઈકોર્ટે સરકારને ઉગ્ર ઠપકો આપ્યા બાદ સરકાર સફાળી જાગી છે. પસંદગીના આઈએએસ-આઈપીએસ અધિકારીઓની એક ખાસ ટીમ બનાવી છે. જેમણે અમદાવાદ હિત રાજ્યની કેટલીક સ્કૂલોનું સરપ્રાઈઝ ચેકિંગ ચાલુ કર્યું. દરેક ટીમને ત્રણ દિવસમાં 33-33 સ્કૂલની ચકાસણી કરવાની ખાસ તાકીદ કરવામાં આવી છે. શહેરની સ્કૂલોના સત્તાવાળાઓ કે ખુદ જિલ્લા શિક્ષણ વિભાગના અધિકારીઓને પણ ચેકિંગની ગંધ આવવા નથી દીધી. ઉલ્લેખનીય છે કે શિક્ષણ જગતમાં અત્યાર સુધી ભાગ્યે જોવા મળતી આઇએએસ- આઇપીએસ ઓફિસરની તપાસથી હલચલ મચી ગઈ છે.

રાજ્ય સરકાર દ્વારા રાઇટ ટૂ એજ્યુકેશન એક્ટ હેઠળ ધો. 1માં પ્રવેશ ફાળવી દીધા પછી કોઇ વિસ્તારની સ્કૂલોમાં વિદ્યાર્થીઓ આરટીઇની જોગવાઇ પ્રમાણે પ્રવેશથી વંચિત રહેતા નથીને તેની ચકાસણી કરવા માટે ગુરુવારે તા. 16 જૂનના રોજ આઇએએસ-આઈપીએસ અધિકારીઓની ટીમ અમદાવાદની કેટલીક સ્કૂલોમાં પહોંચી હતી. હાઇકોર્ટની ફટકાર પછી સ્વનિર્ભર સ્કૂલોમાં રાઇટ ટૂ એજ્યુકેશનનો ફરજિયાત અમલ કરવા માટે રાજ્ય સરકારે શિક્ષણ વિભાગને સજ્જ કર્યો હતો. ચાલુ શૈક્ષણિક વર્ષ દરમિયાન ધો. 1માં અમદાવાદ, સુરત, રાજકોટ, ભાવનગર સહિતના વિવિધ વિસ્તારોમાં રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ પ્રવેશ ફાળવવા માટેની કાર્યવાહી હાથ ધરાઇ હતી. પ્રક્રિયામાં કોઇ ખામી રહી ગઇ છે કે નહીં . પ્રવેશ ઇચ્છુક બાળકોને રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ પ્રવેશ મળ્યો છે કે નહીં .

ડીઇઓને ખબર સુધ્ધાં હતી

અમદાવાદવિસ્તારમાં તપાસ કરતી આઇએએસ-આઇપીએસ અધિકારીની ટીમ બાબતે સ્થાનિક જિલ્લા શિક્ષણાધિકારીઓ પણ અજાણ હતી. અમદાવાદ શહેર વિસ્તારના ડીઇઓ એ.કે.રાઠોડ અને પ્રાથમિક જિલ્લા શિક્ષણાધિકારી એમ.પી.મહેતા પ્રવેશોત્વમાં કાર્યરત હતા. તેમનો મુદ્દે સંપર્ક કરતા તેમને પણ ઘટનાની જાણકારી હોવાનું જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...