• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • ભાડાની 1 કરોડથી વધુની આવક ધરાવનારાઓને સેલ્સ ટેક્સ વિભાગ ઘેરશે

ભાડાની 1 કરોડથી વધુની આવક ધરાવનારાઓને સેલ્સ ટેક્સ વિભાગ ઘેરશે

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આઇટી પાસે યાદી પણ મંગાવાઈ

20ટકા રેવન્યુ વધારાના ટાર્ગેટને પહોંચી વળ‌વા માટે સર્વિસ ટેક્સ વિભાગે અનેક સર્વિસ પ્રોવાઇડર એજન્સીઓના ડેટા ચકાણીની કામગીરી શરૂ કરી છે. સાથે ડિપાર્ટમેન્ટ ભાડાની આવક ધરાવનારાઓની વિગતો પણ મંગાવી રહ્યો છે. આઇટી પાસે રિટર્નમાં ભાડાની આવક ધરાવનારાઓની યાદી મંગાવાઈ છે. અધિકારીઓના ધ્યાને આવ્યુ છે કે શહેરમાં 1 કરોડની ઉ‌પર ભાડાની આવક ધરાવનારાઓની સંખ્યા 115 જેટલી છે. જેમાં પાર્ટી પ્લોટ, મોલ,અને ટેક્સટાઇલ માર્કેટમાં દુકાનો ધરાવનારાઓનો સમાવેશ થાય છે. શહેરભરમાં કેટલાંક લોકોના તો 25થી વધુ ફલેટ ભાડે ફરી રહ્યા હોવાનું ડિપાર્ટમેન્ટના ધ્યાને આવ્યું છે.

સર્વિસ ટેક્સના એક ઉચ્ચ અધિકારીએ કહ્યું કે પાલ, ન્યૂ રાંદેર રોડ, ભટાર, સિટી લાઇટ ,ઘોડદોડ, વીઆઇપી રોડ અને અઠવાલાઇન્સ, ટેક્સટાઇલ માર્કેટોમાં એવી અનેક પ્રોપર્ટી છે, જે ભાડે ફરે છે. માટેના કરાર પણ થયા છે. અલબત્ત, મોટાભાગના કરાર સરકારી ચોપડે બતાવાયા નથી. માત્ર ગણ્યા ગાંઠ્યા અંગે આઇટી રિટર્ન ફાઇલ કરે છે. હાલ મંદીની બૂમરાણ છે છતાં અનેક લોકોની ભાડાની આવક વધતી જાય છે. કોમર્શિયલ ક્ષેત્રે ભાડાની આવક વધુ છે.

મોટા ભાગના ભાડા કરાર ચોપડે બતાવાતા નથી

ભાડાની આવક પર જલસા કરાનારા ચેતે

ભાડાની વાર્ષિક આવક રૂપિયા 10 લાખની ઉપર હોય તો સર્વિસ ટેક્સ લાગે. અેટલે અંદાજે મહિનાનું ભાડું 80 હજારની ઉપર હોય તો જ. જો કે, એક કરતા વધુ પ્રોપર્ટી ભાડે હોય અને ટોટલ આવક રૂપિયા 10 લાખની ઉપર હોય તો સર્વિસ ટેક્સ ભરવો પડે.

10 લાખ ઉપરની આવક જરૂરી

{ આખે-આખા મોલ ભાડે છે

{ બેન્કોને અપાતી જગ્યાઓ

{ વાહનોના શો-રૂમ

{ મોલની મોટાભાગની દુકાનો

{ ફલેટ-રો-હાઉસ

{ ટેક્સટાઇલ માર્કેટની દુકાનો

{ IT જેવી સરકારી કચેરીઓ

{ પોશ વિસ્તારમાં અનેક એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ

{ જાણીતા જ્વેલર્સના શો રૂમ ભાડે અપાઈ રહ્યા છે.

શું-શું ભાડે ફરે છે?

અધિકારી સૂત્રોએ કહ્યું કે પોશ વિસ્તાર હાલ પહેલો ટાર્ગેટ છે કેમકે મહિને રૂપિયા 80 હજારથી ઉપરનું ભાડું વિસ્તારમાં હશે. કેટલાંક લોકોએ તો ત્રણ વર્ષથી ટેક્સ ભર્યો નથી એવી પણ વિગતો આવી છે એટલે તમામને નોટિસ ઇસ્યૂ કરીને ટેક્સ ભરવા જણાવવામાં આવશે નહીં તો પેનલ્ટી ફટકારવામાં આવશે.

પોશ વિસ્તાર હાલ પહેલો ટાર્ગેટ

અન્ય સમાચારો પણ છે...