ભીમ અગિયારસે હીરાનાં 70 ટકા કારખાનાં બંધ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરમાંવસેલા સૌરાષ્ટ્રવાસીઓ દ્વારા મનાવાતી ભીમ અગિયારસની શહેરના હીરા બજારો પર જોવા મળી હતી. શહેરના મોટાભાગના હીરા કારખાનાઓ ગુરૂવારે બંધ રાખવામાં આ‌વ્યા હતા.

ધાર્મિક મહત્વ સાથે સંકળાયેલી અગિયારસ સૌરાષ્ટ્રવાસીઓ માટે તહેવાર સમાન હોવાથી દિવસે નિરજળા અગિયારસની સાથે રસપુરીનો કાર્યક્રમ કરતાં રજાનો માહોલ શહેરના હીરાબજારોમાં જોવા મળ્યો હતો. શહેરમાં 4000 હીરા કારખાનાઓ છે.

જેમાંયે રોજીદું 300થી 400 કરોડનું કટીંગ તેમજ પોલિશીંગનું પ્રોડક્શન કામ કરવામાં આવે છે.સરકારી રજાઓ પ્રમાણે રજા રાખતા મોટા કારખાનાઓ ગતરોજ યથાવત રીતે કાર્યરત રહેવા સિવાય ભીમ અગિયારસના પગલે 65 થી 75 ટકા હીરા કારખાનાઓ ગુરૂવારે બંધ રહેવા પામ્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...