શહેર પડે ખાડામાં, યોગ દિવસે માણસો એકઠા કરો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇન્ફ્રાસ્ટ્રકચર રિપોર્ટર.સુરત

આગામી21મી જુનના રોગ ઉજવવામાં આવનાર યોગ દિવસે દરેક જગ્યા પર 1 હજારથી વધુ માણસો એકઠાં કરવા માટે રાજ્ય સરકારે જારી કરેલા આદેશને કારણે પાલિકાએ સાતેય ઝોનના ઝોનલ ચીફ અને ઝોનલ ઓફિસરને યોગ દિવસ વધુમાં વધુ માણસો એકઠાં કરવા માટેના આદેશ જારી કરી દેવામાં આવ્યા છે. તેના કારણે પ્રિમોન્સૂનની કામગીરીને વ્યાપક અસર થઇ છે. કારણ કે હજુ પણ શહેરના મોટાભાગના ઝોનમાં 30થી 40 ટકા પ્રિમોન્સૂનની કામગીરી બાકી હોવા છતાં યોગ દિવસે માણસો એકઠાં કરવાની તૈયારી કરવા દરેક ઝોનમાં સવારે એક કલાક સુધીતો તમામ અધિકારી માણસો કેવી રીતે વધુમાં વધુ ભેગા થાય તે માટેની ચર્ચા કરતા હોય છે.

ચોમાસાને આડે ગણતરીના દિવસો બાકી છે ત્યારે શહેરના તમામ ઝોનમાં નવા રસ્તા બનાવવા, સ્ટ્રોમ ડ્રેનેજના મેન હોલ સાફ કરાવવા ઉપરાંત ખોદાયેલા રસ્તાને તાકીદે રીપેર કરવા જેવી કામગીરીઓ 30 મે સુધી પુરી કરી દેવાના આદેશ પાલિકા કમિશનરે પ્રિમોન્સૂનને ધ્યાને રાખીને કર્યા હતા. જો કે, સમય વિતી જવા છતાં ઠેક ઠેકાણે રસ્તા ખોદવાની કામગીરી હજી ચાલુ છે. હજુ પણ 30થી 40 ટકા કામગીરી બાકી હોવાનુ પાલિકાના અધિકારીઓ જણાવી રહ્યા છે. કામગીરી પુરી કરવાને બદલે 21 જુને યોજાનારા યોગ દિવસ માટે વધુમાં વધુ માણસો એકઠાં થાય તે માટેની તૈયારી શરૂ કરવા અધિકારીઓને આદેશ જારી કરી દેવાયા છે. જેથી પ્રિમોન્સૂન સહિતની કામગીરી પર વિપરીત અસર પડી છે.

યોગ દિવસે પાલિકાના કાર્યક્રમમાં લોકો મોટી સંખ્યામાં આવે તે માટે યોગનું મહત્વ સમજાવતા પેમ્ફલેટનું વિતરણ કરવાનુ નક્કી કરવામાં આવ્યું છે. દરમિયાન પાલિકા કયા કયા સ્થળે આયોજન કરવાની છે તેની પણ જાણકારી પેમ્ફલેટમાં મળી રહે તેનું હાલમાં નક્કી કરવામાં આવ્યું છે. જેથી દરરોજ સવારે પાલિકાના કર્મચારીઓ દ્વારા શહેરમાં આવેલા મંદિરોની બહાર ઊભા રહીને લોકોને પેમ્ફલેટ્સ આપીને વધુમાં વધુ સંખ્યા યોગ કાર્યક્રમમાં એકઠી થાય તે માટેની હાલ પુરતી કવાયત હાથ ધરી છે. બીજીતરફ પ્રિમોન્સૂન કામગીરી બાજુપર રહી ગઈ છે.

ગત વર્ષે પાલિકાએ રીવર ફ્રંટ ખાતે યોગ દિવસ નિમિત્તે કાર્યક્રમ રાખ્યો હતો. જો કે, તેમાં માંડ 300 જેટલા લોકો એકઠાં થયા હોવાના કારણે વર્ષે પાલિકાએ શહેરના સાતેય ઝોનમાં 10થી વધુ જગ્યા પર યોગ દિવસ નિમિત્તે યોગાનો કાર્યક્રમ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તેમાં પાલિકા શહેરમાં 800થી સ્વૈચ્છિક સંસ્થાની મદદથી 10થી વધુ સ્થળે યોગ કાર્યક્રમ કરવા માટે અત્યારથી તૈયારી શરૂ કરી દીધી છે. કાર્યક્રમમાં 1000થી 1500 માણસો દરેક કાર્યક્રમમાં આવે તે માટેની કાર્યવાહી કરવા માટે તમામ ઝોનને તાકીદ કરી દેવામાં આવી છે.

મંદિરની બહાર પાલિકા પેમ્ફલેટ્સ વહેંચશે

શહેરભરમાં 10થી વધુ સ્થળે યોજાશે કાર્યક્રમ

ચોમાસું શહેરના દરવાજે આવીને ઊભું છે ત્યારે તમામ ઝોનમાં નવા રસ્તા બનાવવા કે સ્ટ્રોમ ડ્રેનેજની સફાઈ કરવા ખોદાયેલા ખાડાઓની કામગીરી 30મી સુધીમાં પૂરી કરી દેવાના આદેશ છે. જો કે, હજુ પણ ઘમા ઝોનમાં કામગીરી ચાલુ અને 30થી 40 ટકા બાકી હોવાનું પાલિકાના અધિકારીઓ કહી રહ્યા છે. બીજીતરફ બેદરકારીનો ભોગ નિર્દોષ લોકો કે વાહનચાલકો બની રહ્યા છે. } મનોજતેરૈયા, હેતલ શાહ

લંબેહનુમાન રોડ

પૂણા નાલંદા સ્કૂલ પાસે

કતારગામ દરવાજા

કાપોદ્રા DGVCL સામે

બેદરકારી | શહેરના ઘણાખરા વિસ્તારોમાં મુખ્ય માર્ગોની આવી હાલ છે

ઉપરથી આવેલા આદેશને પગલે શહેરભરમાં પ્રિમોન્સૂન કામગીરી અટકી પડી, સાતેય ઝોનના ચીફ અને ઝોનલ ઓફિસર સવારથી યોગ દિવસની તૈયારીમાં જોતરાઈ ગયા

પાલિકાના શાસકો પર ઉજવણીનું ભૂત સવાર, પ્રિમોન્સૂન કામગીરી થવાની હોય તો થાય

અન્ય સમાચારો પણ છે...