ડેમની સ્થિતિ વર્ષે ફરી શહેરમાં સંકટ લાવી શકે!

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉકાઈડેમ ચાલુ વર્ષે છેલ્લા 37 વર્ષની નીચી સપાટીએ છે. ત્યારે આગામી બે મહીના ડેમને ભરવામાં આવશે પછી પાણી ડિસ્ચાર્જ કરવામાં આવશે. એવામાં સપ્ટેમ્બર મહીનામાં જો ડેમ ભરાઈ જાય ને વરસાદ વધુ થાય તો લાખો ક્યુસેક્સ પાણી ડિસ્ચાર્જ કરવુ પડે એવી સ્થિતિનું નિર્માણ થઈ શકે તેમ છે. અને ફરી શહેર પર જળ સંકટ આવી શકે છે.

ચાલુ વર્ષે ઉનાળામાં ગરમીના પ્રકોપથી ઉકાઈ ડેમની સ્થિતિ કંગાલ થવાના આરે છે. રાજ્યમાં ઘણાં ડેમ ઉનાળાના શરુઆતમાં ખાલી થઈ ગયા હતા. ઉકાઈ ડેમનું લેવલ પણ વખતે ત્રણ દાયકામાં સૌથી ઓછા લેવલ સુધી આવી પહોંચ્યુ છે. ડેમનું લેવલ 284 ફુટની આસપાસ છે. એટલે ડેમ હાલ 70 ટકા ખાલી હોય એમ કહી શકાય છે. દર વર્ષે જુન, જુલાઈ મહિનામાં ડેમની સ્થિતિ થોડી સારી હોય છે. ત્યારે શરુઆતથી વરસાદના આગમનની સાથે ઉકાઈ માંથી પાણીનું ડિસ્ચાર્જ શરુ કરી દેવાય છે. પરંતુ વખતે ડેમને શરુઆતના બે મહીના ભરવામાં આવશે. જુલાઈ અને ઓગષ્ટ મહીનામાં ડેમ ભરાઈ ગયા બાદ ડિસ્ચાર્જ કરવામાં આવશે.

પરંતુ સુરતના ઇતિહાસમાં સપ્ટેમ્બર મહીનો જળ સંકટ લાવે છે. ત્યારે ચાલુ વર્ષે ડેમની સ્થિતિ અને તંત્રનો નિર્ણય શહેર માટે આવુ કઈ પુરવાર કરે એવી દહેશત છે.

ઓગસ્ટમાં લેવલ 340ને પાર જાય તો પૂરનો ભય

અત્યાર સુધી 1994, 1998 અને 2006માં આવેલા પૂર વખતે ડેમનું લેવલ 340 ફૂટની ઉપર સુધી ગયા બાદ બની હતી. વખતે પણ ડેમને ઓગસ્ટ મહિના સુધી 340 ફૂટ સુધી લઈ જવાનો વિચાર તંત્ર કરી રહ્યુ છે. ત્યાર બાદ ડિસ્ચાર્જ કરવામાં આવશે. આવા સમયે સપ્ટેમ્બર મહિનામાં અચાનક કેચમેન્ટમાં વરસાદ આવે તો એક સાથે લાખો ક્યુસેક પાણી છોડવું પડે. વખતે હવામાન વિભાગે એમ પણ 100 ટકાથી વધુ વરસાદની આગાહી કરી છે.

ઉકાઈ ડેમ 37 વર્ષની સૌથી નીચી સપાટી પર છે

ઉકાઈનું સ્તર સૌથી નીચું જવાથી બે માસ સુધી ડેમ ભરવામાં આવશે ત્યાર પછી પાણી ડિસ્ચાર્જ કરાશે

અન્ય સમાચારો પણ છે...