• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • નેશનલ આઇસ સ્પીડ સ્કેટીંગ ઓપન ચેમ્પિયનશીપ 2015ની ફાઇનલ 31મીએ યોજાશે, જેમાં

નેશનલ આઇસ સ્પીડ સ્કેટીંગ ઓપન ચેમ્પિયનશીપ-2015ની ફાઇનલ 31મીએ યોજાશે, જેમાં

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નેશનલ આઇસ સ્પીડ સ્કેટીંગ ઓપન ચેમ્પિયનશીપ-2015ની ફાઇનલ 31મીએ યોજાશે, જેમાં ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ આવનાર પ્લેયર્સને ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ એનાયત કરાશે તેમજ નેશનલ આઇસ હોકી ટીમના મેમ્બર્સ સુરતમાં પહેલી વાર આઇસ હોકી રમશે. ચેમ્પિયનશીપ ત્રણ રાઉન્ડમાં યોજાઇ રહી છે, જેના પ્રથમ દિવસે ટાઇમ ટ્રાયલમાં 100 મીટરના ઓછા સમયમાં 3 લેપ પુરા કરનાર પ્લેયર્સને સિલેક્ટ કરવામાં આવ્યા હતાં. ટુર્નામેન્ટમાં 150 પ્લેયર્સ ભાગ લઇ રહ્યા છે, જેમાંથી 47 પ્લેયર્સ સુરતના છે.

31મીએ નેશનલ પ્લેયર્સ આઇસ હોકી રમશે

પહેલા આઈસ સ્કેટ્સ હાડકામાંથી બન્યા હતાં : યુનિવર્સિટીઓફ ઓક્સફોર્ડ અને અન્ય યુનિવર્સિટીએ કરેલા રિસર્ચ પ્રમાણે વિશ્વના પહેલા આઈસ સ્કેટ્સ 5000 વર્ષ પુર્વે પ્રના હાડકા માંથી બનાવવામાં આવ્યા હતા. હાડકામાંથી બનેલા સ્કેટ્સને લેધરની પટ્ટીથી બાંધીને સ્પીડ માટે ઉપયોગ કરવામાં આવતો હતો. સ્કેટ્સને હાલમાં લંડનના મ્યુઝીયમમાં રાખવામાં આવ્યા છે.

365 દિવસ મહેનત કરશો તો સફળ થશો

} ટ્રેનીંગ સ્કેટ્સ : ટ્રેનીંગમાટેના આઈસ સ્કેટ બિગીનર્સ માટે હોય છે, જેમાં 2 બ્લેડ્સ હોય છે. એના બ્લેડ્સ 4 એમએમ પહોળા અને લંબાઈ 10 ઈંચ હોય છે. ટ્રેનીંગ માટે ડબલ બ્લેડ્સના સ્કેટ્સ મોડિફાય પણ કરાવી શકાય છે.

}રેસીંગ સ્કેટ્સ : પ્રોફેશનલઆઈસ સ્કેટીંગ કરતા પ્લેયર્સ સ્કેટ્સ યુઝ કરે છે. એની બ્લેડ 3 એમએમની હોય છે અને લંબાઈ 12 થી 17 ઈંચની હોય છે તેમજ થોડી કર્વ્ડ હોય છે.જે વધારે સ્પીડમાં ટર્ન લેવા માટે બેસ્ટ છે. એની બોડી કાર્બન ફાઈબરના ટફ મટિરિયલની બનેલી હોવાથી પગ સેફ રહે છે.

}ફીગર સ્કેટ્સ : ફીગરસ્કેટ્સના બ્લેડ્સની લંબાઈ સૌથી ઓછી એટલે કે શુ સાઈઝની 10 ઈંચની હોય છે, અને બેલેન્સ માટે 3 ઈંચની હીલ અને થોડો કર્વ પણ હોય છે.

સ્પીડ વધારવા માટે રેસીંગ સ્કેટ્સ બેસ્ટ ઓપ્શન

સા ઉથ એશિયન ચેમ્પિયનશીપમાં 3 ગોલ્ડ મેડલ મેળવનાર શ્રૃતી કોટવાલે સિટી ભાસ્કર સાથે વાત કરતા કહ્યુ કે ‘કોઈ પણ સ્પોર્ટસમાં માત્ર રમવું પુરતું નથી. એના માટે પેશન અને હાર્ડવર્ક હોય તો સફળ થઈ શકાય છે. સંગીતમાં તમે રિયાઝ કરવાનું છોડી દો તો સુર પણ તમારો સાથ છોડી દે છે. એવી રીતે આઈસ સ્કેટીંગ કે સ્પોર્ટસ ગેમમાં પ્રેક્ટિસ કરવાનું છોડી દેવામાં આવે તો મેડલથી એટલા પગલા દુર થતા રહેશો. હું માનું છું કે એથ્લિટ ત્યારે સફ‌ળ થાય છે જ્યારે વર્ષના બારે મહિના એની ગેમ માટે પ્રેકટીસ કરે. મે શરુઆત રોલર સ્કેટીંગથી કરી હતી. કંઈક નવું કરવાની ઈચ્છા, કમિટમેન્ટ અને સતત હાર્ડવર્કથી આજે અહીં સુધી પહોંચી છું.

સિટીમાં પ્રથમ વાર આઇસ સ્પીડ સ્કેટીંગ ટુર્નામેન્ટ યોજવામાં આવી છે

િસટી રીપોર્ટર }સુરતમાં પ્રથમવાર નેશનલ આઇસ સ્પીડ સ્કેટીંગ ઓપન ચેમ્પિયનશીપ-2015 યોજવામાં આવી રહી છે. શુક્રવારે રાહુલ રાજ મોલમાં ચેમ્પિયનશીપનો પહેલો રાઉન્ડ યોજાયો. આઇસ ગ્રાઉન્ડ પર 150 પાર્ટિસિપન્ટ્સ 20 કિલો મીટર પ્રતિ કલાકની સ્પીડે દોડ્યા. કોઇ જીત્યુ, કોઇ હાર્યું પણ વર્ષના લીટર માસ્ટર્સથી લઇને 19 વર્ષના યંગ સુરતીઓનો જુસ્સો એકદમ અડીખમ રહ્યો. આજે સ્પીડ સ્કેટીંગની સેમિ ફાઇનલ યોજાશે, જેના વિનર ફાઇનલમાં 31મીએ ટકરાશે. સુરતી પ્લેયર્સનો ઉત્સાહ વધારવા માટે ચેમ્પિયનશીપમાં ઇન્ટરનેશનલ આઇસ સ્કેટીંગ એથ્લીટ શ્રૃતી કોટવાલે પણ હાજરી આપીને પાર્ટિસિપન્ટ્સને મોટીવેટ કર્યા હતાં. ટુર્નામેન્ટના વિનરને 31મીએ સિલ્વર, બ્રોન્ઝ અને સિલ્વર મેડલની સાથે સર્ટિફિકેટ આપવામાં આવશે.

Skating Tournament

નેશનલ આઇસ સ્પીડ સ્કેટીંગનો પહેલો રાઉન્ડ યોજાયો, આજે સેમિ ફાઇનલ યોજાશે

સ્પીડ અને થ્રીલથી શરુ થઇ આઇસ સ્કેટીંગ

અન્ય સમાચારો પણ છે...