• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સુરત એરપોર્ટ પર 30 જૂન સુધી સ્વચ્છતા અભિયાન હાથ ધરાશે

સુરત એરપોર્ટ પર 30 જૂન સુધી સ્વચ્છતા અભિયાન હાથ ધરાશે

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ટ્રાન્સપોર્ટેશન રિપોર્ટર. સુરત

સુરતએરપોર્ટ ઓથોરિટી દ્વારા આજથી સ્વચ્છતા અભિયાન શરૂ કરવામાં આવ્યો છે. કાર્યક્રમ આગામી 30મી જૂન સુધી ચાલશે. જેમાં એરપોર્ટ ઓથોરિટીના દરેક અધિકારીઓ પોતાની ઓફિસની જાતે સફાઈ કરશે. તેમજ કર્મચારીઓ દ્વારા એરપોર્ટની પણ સફાઈ શરૂ કરી દેવામાં આવી છે.

આમ તો સુરત એરપોર્ટ પાસે મર્યાદીત છે. જેને કારણે પેસેન્જર્સની સંખ્યા પર મર્યાદીત જોવા મળે છે. તેમ છતાંય સુરત એરપોર્ટના મેનેજર ચંદ્રકાંત એરપોર્ટની સ્વચ્છતાને લઈ દર બે કલાકે સર્વે કરે છે. સર્વેમાં એરપોર્ટના જે વિસ્તારમાં કે જે ઓફિસમાં ગંદકી દેખાઈ છે. તે વિસ્તાર કે તે ઓફિસને મેનેજર ચંદ્રકાંત કર્મચારીઓ દ્વાર સાફ કરાવી દેય છે. દરમિયાન લોકોમાં સ્વચ્છતા અંગે જાગૃતિ આવે તે માટે સુરત એરપોર્ટ ઓથોરિટીના ડાઇરેક્ટર પ્રમોદ થાકરે દ્વારા સુરત એરપોર્ટ પર તારીખ 16 જૂનથી 30 જૂન સુધી સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવશે. માટે સુરત એરપોર્ટ પર પેસેન્જર્સને સ્વચ્છતા અંગે જાણકારી મળે તે માટે બેનરો લગાવવામાં આવ્યા છે. તેમજ જે પેસેન્જર્સ એરપોર્ટ પર ગંદકી કરતા દેખાશે તેને સત્તાધીશો દ્વારા સ્વચ્છતા અંગેની સૂચનો આપશે.

એરપોર્ટ ઓથોરિટીના દરેક અધિકારીઓ જોડાશે

અન્ય સમાચારો પણ છે...