• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • પત્નીને ધમકી આપી વેપારી પતિએ કારની તોડફોડ કરી

પત્નીને ધમકી આપી વેપારી પતિએ કારની તોડફોડ કરી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પતિનાલગ્નેતર સંબંધની જાણ બાદ પત્નીને વેપારી પતિએ તેની સામે કરેલા કેસ પાછા ખેંચી લેવા માટે ધમકી આપી હતી. પત્નીએ કેસ પાછા ખેચવાની ના પાડતા વેપારી પતિએ કારની તોડફોડ કરી હતી.

વાડી ફળીયા ચક્કાવાલાની શેરી ખાતે રહેતા કવિતા ઉર્ફે અમી જરીવાલાના 2002માં જરીના વેપારી વિશાલ નંદલાલ જરીવાલા સાથે લગ્ન થયા હતા. લગ્નના દસ વર્ષ બાદ પતિ વિશાલને લગ્નેતર સંબંધ હોવાની જાણ થતા બન્ને વચ્ચે તકરાર થઈ હતી. કવિતાએ પતિ વિશાલ જરીવાલા સામે કેસ કરતાં વિશાલે હેરાન પરેશાન કરવાનુ શરૂ કરતા તે અંગે પણ કવિતાએ તેની સામે ફરિયાદ નોંધાવી હતી. છેલ્લા દોઢ વર્ષથી બન્ને વચ્ચે ફેમીલી કોર્ટમાં કેસ ચાલી રહ્યા છે. દરમિયાન ગઈ તા.29મી મેથી 11 જુન દરમિયાન બપોરે જ્યારે કવીતા જરીવાલા પોતાના ઘરેથી અઠવાલાઈન્સ ખાતે પોતાની પુત્રીને સ્કુલેથી લેવા માટે જતા હતા ત્યારે વિશાલ જરીવાલા તેમનો પીછો કરતો હતો. તેમજ ચોર્યાસી ડેરી પાસે તેમને મળીને તેની ઉપર કરેલા કેસો પાછા ખેંચી લેવા માટે જણાવ્યુ હતુ. જેથી કવિતા જરીવાલાએ કેસ પાછા ખેચવાની ના પાડતા વિશાલ ઉશ્કેરાઈ ગયો હતો અને તેણે કવિતા જરીવાલાની કારના ચારેય વ્હીલની હવા કાંઢી નાંખી હતી તેમજ સાઈડ ગ્લાસ તોડી નાંખ્યા હતા. આખરે તેમણે પોતાના પતિ સામે અઠવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

કેસ પાછો ખેંચી લેવા ધમકી અપાતી હતી

અન્ય સમાચારો પણ છે...