• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • ગ્લુ યાર્ન એે ભવિષ્યનું યાર્ન છે : સંજય વિશ્વકર્મા

ગ્લુ યાર્ન એે ભવિષ્યનું યાર્ન છે : સંજય વિશ્વકર્મા

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધીસધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા સારી ગુણવત્તા વાળા વિવિંગ માટે યાર્નના મહત્વ વિશે ઉદ્યોગકારોને જાણકારી મળી શકે તે માટે ‘ઇમ્પોર્ટન્સ ઓફ યાર્ન ક્વોલીટી ફોર બેટર વિવિંગ-વિસ્કોસ’ વિશે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

સેમિનાર અંગે માર્ગદર્શન પૂરુ પાડવા હાજર રહેલા કિરણ પંડ્યા, ગ્રાસીમ ઇન્ડિયાના બીડીએમે નેચરલ ફાઇબર અને મેન મેઇડ ફાઇબરની ઉત્પાદન પ્રક્રિયા અંગેનો તફાવત દર્શાવી જણાવ્યું હતું કે હાલમાં માર્કેટની માંગમાં વૈવિધ્યતાના પગલે ઉત્પાદનમાં પણ નવીનીકરણ લાવવા અલગ-અલગ પ્રોપર્ટીવાળા યાર્નના સંમિશ્રણથી સારું પરિણામ મેળવી શકાય છે. જે અંગે ઉદાહરણ પુરૂ પાડતા નેચર બેઝ ધરાવતા વિસ્કોષ ફાયબરને કોટન અને નાયલોન સાથે બ્લેન્ડ કરીને સારુ રીઝલ્ટ મેળવી શકાતું હોવાનું તેમણે પોતાના વ્યક્તત્વમાં ઉમેર્યું હતું. સાથે એક્ષ્પોર્ટ ક્વોલીટી સુધારવા મશીનરી ક્ષમતાનો ઉપયોગની સાથે માર્કેટ ડિમાન્ડનું ધ્યાન રાખવા માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું.

ઉપરાંત ઇન્ડિયન રેયાનના સંજય વિશ્વકર્માએ નવા યાર્ન જેવા કે ઝીરો યાર્ન, ગ્લુ યાર્ન અને જર્મન એન્કા યાર્ન વિશે માહિતી પુરી પાડી ગ્લુ યાર્નને ભવિષ્યનું યાર્ન ગણાવ્યું હતું. સાથે ચેમ્બરમાં કેનેડાના બિઝનેસ ડેલીગેશન સાથે મિટીંગ પણ યોજાઇ હતી. જેમાં ઉચ્ચ સ્તરીય બિઝનેસ ડેલીગેશને સ્માર્ટ સીટી તરીકે વિકસતા સુરતમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ડિઝાઇનીંગ, એન્જીનીયરીંગ, વોટર મેનેજમેન્ટ, વેસ્ટ વોટર મેનેજમેન્ટ, એનર્જી કન્ઝર્વેશન જેવી બાબતોમાં અધતન ટેકનોલોજી અ્ને સર્વિસ પુરી પાડવા અંગે કેનેડા સેક્ટરે રસ દાખવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...