• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • 25,000 વેપારીઓ ટાર્ગેટ પર, ‘પેઢીનું નામ હોય તે કપડાં બ્રાન્ડેડ’

25,000 વેપારીઓ ટાર્ગેટ પર, ‘પેઢીનું નામ હોય તે કપડાં બ્રાન્ડેડ’

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હવે સિલ્કસિટીની સાડી પણ એક્સાઇઝની નજરમાં

રેવન્યુ રિપોર્ટર . સુરત

જ્વેલર્સઅને એક્સાઇઝ વિભાગ વચ્ચેનો ખટરાગ ઓછો થયો નથી ત્યાં હવે સુરતની ટેક્સટાઇલ માર્કેટ એકસાઇઝ વિભાગની ઝપટે ચઢી છે. બ્રાન્ડેડ કપડાં પર એક ટકા ડ્યૂટી વસૂલવા માટે અધિકારીઓએ તૈયારી શરૂ કરી છે. જે અંતર્ગત 25000 જેટલાં વેપારીઓને નોટિસ ઇશ્યુ કરાશે. ખૂબ ટેકનિકલ એ‌વા ઇશ્યુમાં જ્યાં વેપારીઓ હજી કાયદાને સરખો સમજી શક્યા નથી ત્યાં એકસાઇઝ વિભાગે સ્પષ્ટ કરી દીધું છે કે જે કપડાં પર બ્રાન્ડનું લેબલ હશે તે બ્રાન્ડેડ કહેવાશે. એટલે સુરતની પ્રથા પ્રમાણે અહીં નાના-નાના વેપારીઓએ અન્ય પાસે ખરીદેલાં કપડાં પર પોતાની પેઢીની બ્રાન્ડનો લોગો ચોંટાડીને ધંધો કરતા ટેવાયેલા હોય છે. તમામ વેપારીઓ આવનારા સમયમાં એક્સાઇઝ વિભાગના ચક્કર કાપતાં જોવા મળે તો નવાઈ નહીં. સાડી પર જો બ્રાન્ડનું સ્ટીકર હશે તો તેના પર પણ ડ્યૂટી ભરવી પડશે.

40 હજારમાંથી માંડ 7 વેપારીનું રજિસ્ટ્રેશન

વેપારીઓને નોટિસ ઇશ્યુ કરાશે

જીએસટીઆવે પહેલાં કાપડ માર્કેટ એક્સાઇઝની જાળમાં આવી જશે. માટે અધિકારીઓ હાલ બ્રાન્ડેડ કાપડના વેપારીઓને રજિસ્ટ્રેશન લઇ લેવા માટે નોટિસ ઇશ્યુ કરાશે. અલબત્ત, નોટિસની બાદ જો કોઈ રજિસ્ટ્રેશન લે તો તેણે 10 હજારની પેનલ્ટી ભરવી પડશે.

સાડીનું રીતે વેચાણ કરનારા અનેક વેપારીઓ સુરતની 150 જેટલી કાપડ માર્કેટમાં ભર્યા પડ્યા છે. અધિકારીઓના અંદાજ મુજબ 40,000 હજાર જેટલાં વેપારીઓ કાપડ માર્કેટમાં ધંધો કરે છે તેમાંથી 20થી 25 હજાર વપેારીઓ અમારા ટાર્ગેટ પર છે. જો કે, બીજી તરફ એક કડવી વાસ્તવિકતા છે કે અત્યાર સુધી કુલ 7 જેટલાં વેપારીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે.

સામાન્ય સ્ટિકર હોય તો પણ બ્રાન્ડેડના દાયરામાં

નિયમ મુજબ બ્રાન્ડેડ કપડાં પર એક્સાઇઝ ડ્યૂટી વસૂલવાની હોય છે. સામાન્ય સમજ મુજબ જાણીતી બ્રાન્ડ દાયરામાં આ‌વે, પરંતુ એમ નથી. એક ઉચ્ચ અધિકારીએ કહ્યું હતું કે સુરતમાં એ‌વા ઘણા વેપારીઓ છે જેઓ પોતાને ત્યાં તૈયાર થયેલા કપડાં પર લોગો લગાવતા હોય છે. સામાન્ય લોગો લાગતાં તે કપડાંં બ્રાન્ડેડ બની જાય છે. અધિકારીએ ઉમેર્યું કે સુરતમાં ઘણાં મેન્યુફેક્ચરિંગ યુનિટ છે, જેમાં બ્રાન્ડેડ કાપડ તૈયાર થાય છે તે તમામે હવે ડ્યૂટી ભરવી પડશે. સાડીના કેસમાં જે સાડી પર ફોલ સ્ટિચ હોય અને તેના પર કોઈ બ્રાન્ડનું નામ હોય તો તે પણ બ્રાન્ડેડ કહેવાશે. અલબત્ત, ફોલ સ્ટિચ હોવું ફરજિયાત છે.

નાના વેપારી ચક્કર કાપતાં થઈ જશે

જ્વેલર્સના પ્રશ્નનું નિરાકણ થયું નથી

અન્ય સમાચારો પણ છે...