• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • માજી મેયર રાજુ દેસાઇની બેશરમીભરી હરકતની ભાજપ પ્રદેશ લેવલે જાણ કરાઇ

માજી મેયર રાજુ દેસાઇની બેશરમીભરી હરકતની ભાજપ પ્રદેશ લેવલે જાણ કરાઇ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાજપનોનલિયા સેક્સકાંડ ચર્ચાના ચકડોળે છે ત્યાં શહેરમાં ભાજપના વોટ્સએપ ગૃપમાં મહિલા કાર્યકરો હોવા છતાં ગ્રુપમાં બિભત્સ ફોટા અપલોડ કરીને ભાજપની આબરૂના ધજાગરા ઉડાડનાર માજી મેયર રાજુ દેસાઇની બેશરમી ભરી હરકતથી ભાજપમાં ભૂકંપ આવી ગયો છે. રાજુ દેસાઇના કૃત્ય અંગે શહેર ભાજપ પ્રમુખ દ્વારા પ્રદેશ લેવલે જાણ કરી છે. રવિવારે ભાજપ પ્રમુખ દ્વારા રાજુ દેસાઇને બોલાવીને ખુલાસો પૂછવામાં આવશે. તેમજ હવે પછી કોઇપણ કાર્યકરો વોટ્સએપ ગૃપમાં પાર્ટીના નામનો ઉપયોગ નહિ કરે માટે સુચના આપવામાં આવી છે.

થોડા દિવસો અગાઉ વડોદરામાં ભાજપનો પ્રશિક્ષણ શિબિર યોજાયો હતો. પ્રશિક્ષણ શિબિરમાં ગયેલી શહેરની બે મહિલા સેવક, 1 માજી નગરસેવક સહિત ત્રણ કાર્યકરો સાથે રાતે ફરવા ગયા બાદ સવારે પ્રગટ થતાં તરેહ તરેહની ચર્ચાએ જોર પકડ્યું હતું. બાબત પાર્ટીના ધ્યાન પર આવતાં કાર્યકરોને ઠપકો પણ આપવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.

મારો ફોન કોઇએ હેક કર્યો હશે

^મારોફોન કોઇએ હેક કર્યો હશે એવું લાગે છે. આપણે એપમાં ઓકે ઓકે એમ કરીએ એટલે આવા ફોટો ગ્રુપમાં જતા રહ્યા હશે.હું છેલ્લા પાંચ વર્ષથી વોટ્સ યુઝ કરું છું. પરંતુ કોઈવાર આવું થયું નથી. > રાજુદેસાઇ, માજીમેયર

પાર્ટીનું ઓર્થોરાઇઝ ગ્રુપ હતું

^જેવોટ્સએપ ગ્રુપમાં બિભત્સ ફોટા અપલોડ થયા હતા. તે પાર્ટીનું ઓથોરાઇઝ ગ્રુપ હતું. જો કે અંગે પ્રદેશ લેવલે પણ જાણ કરી દેવાઇ છે. રવિવારે અંગે રાજુ દેસાઇ પાસે ખુલાસો મંગાશે. પરંતુ અંગે કોઇ મહિલા કાર્યકરો કે મહિલા નગરસેવકોની મારા સુધી ફરિયાદ આવી નથી. > નિતીનભજિયાંવાલા, શહેરભાજપ પ્રમુખ

પ્રશિક્ષણ શિબિરમાં રાતે ફરવા ગઇ હતી મહિલા નગરસેવકો

શહેર ભાજપ દ્વારા આવતીકાલે રાજુ દેસાઇ પાસે ખુલાસો મંગાશે

અન્ય સમાચારો પણ છે...