તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • કામરેજનાં લૂંટ પ્રકરણમાં વરાછાના અન્ય ત્રણ આરોપી કઠોદરાથી ઝબ્બે

કામરેજનાં લૂંટ પ્રકરણમાં વરાછાના અન્ય ત્રણ આરોપી કઠોદરાથી ઝબ્બે

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગતશનિવારના રોજ કામરેજ પોલીસ કઠોદરા પાટીયા પાસે ક્રિષ્ના પાર્ક હોટલ નજીકથી બે લૂંટ કરીને ભાગતા સાત ઈસમો પૈકી ચાર ઈસમને પકડી પાડી ચાર દિવસના રીમાન્ડ મેળવ્યા હતા. ત્રણ વોન્ટેડ આરોપીને પણ સોમવારના રોજ ડી સ્ટાફે બાતમીના આધારે પકડી લાવી કઠોર કોર્ટમાં રજુ કરીને ત્રણ દિવસના રીમાન્ડ મેળવ્યા હતા.

કામરેજ તાલુકાના કઠોદરા ગામની સીમમાં નેશનલ હાઈવે નંબર 8 પર ગત શનિવારના રોજ સીમાડા નાકા પરથી રીક્ષા ભાડે કરીને અબ્રામા ખાતે ચપ્પુ બતાવીને રીક્ષા ચાલકને પાછળની સીટ પર લઈ 550 લૂંટી લઈ માર-મારી રોડ પર ઉતારી 50,000ની રીક્ષા લઈને નાસી છુટયા હતા. વલથાણ ગામની સીમમાં નેશનલ હાઈવે નંબર 8 પર મોટરસાઈકલ બંધ થઈ જતા ઓટો રીક્ષામાં સુરત તરફથી સાતેય ઈસમ આવી અમો પોલીસના ડી-સ્ટાફના માણસો છીએ તમે કેમ સુમસામ રસ્તા પર કેમ રખડો છો સાત ઈસમ પૈકી એક ઈસમે ચપ્પુ બતાવીને બન્ને ઈસમને માર-મારીને 5200 રોકડા તથા મોટરસાઈકલની લૂંટી કરીને કામરેજ તરફ નાસી છુટતા પોલીસે પકડી પાડયા હતા.

પકડાયેલા ચારેય ઈસમ રીન્કુ પ્રઘાન, મનહર સાંવત, પ્રમોદ ઉર્ફે મોદી કુશ્વાહ, ગણેશ મોરેને સોમવારના રોજ કઠોર કોર્ટમાં રજુ કરીને ચાર દિવસના રીમાન્ડ મેળવ્યા હતા. લુંટના અન્ય ત્રણ આરોપીઓ બાબુ દિપક સ્વાઈ (રહે-વલ્લભનગર સુરત), આકાશ ઉર્ફે શેખર ઘીરૂભાઈ દેવીપુજક (રહે-લક્ષ્મણનગર) ક્રિષ્નાનગર, રાજુ ઉર્ફે રાજેન્દ્રસિંહ ભુપેન્દ્રસિંહ ચૌહાણ(બટક) (રહે-વલ્લભનગર, સુરત) આરોપીને સોમવારના રોજ બાતમીના આધારે કામરેજ ડીસ્ટાફ જમાદાર મેહમુદ અબ્દુલ તથા સ્ટાફ સાથે પકડી લાવી કઠોર કોર્ટમાં રજુ કરી ત્રણ દિવસના રીમાન્ડ મેળવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...