• Gujarati News
  • બારડોલીના કલકવા ગામે સગીર યુવતીએ ઝેર પી જીવન ટૂંકાવ્યું

બારડોલીના કલકવા ગામે સગીર યુવતીએ ઝેર પી જીવન ટૂંકાવ્યું

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દીપડીનું રોડ અકસ્માતમાં મોત

મરોલી સ્ટેશન નજીક ફાટક પર ટ્રેન અડફેટે કડોલીના વૃદ્ધનું મોત

હાઇવે પર અકસ્માતમાં દીકરીની નજર સામે આધેડ પિતાનું મોત

જલાલપોર પાસે વેડછાની ઝાડીમાંથી રૂ.34 હજારનો દારૂ ઝડપાયો

ડુંગરીના ઝિંગા ફાર્મ મુદે હોબાળો થતાં દાંતી ગામે ગ્રામસભા મોકૂફ

વલસાડમાં ધરમપુર રોડ પર આડેધડ પાર્ક કરનારા બે રિક્ષાચાલકની અટક

સુરત, બુધવાર, 8 જુલાઇ, 2015

8

કામરેજ |ઘોરણપારડી પાસે મંગળવારના રોજ સવારે રોડ ક્રોસ કરતી વેળા અજાણ્યા વાહનના ચાલકે દોઢ વર્ષની દીપડીને અડફેટમાં લીધી હતી. અકસ્માતમાં દીપડીનાં શરિરે ગંભીર ઈજા થતા મોત નીપજયુ હતુ.

નવસારી |મરોલી રેલવે સ્ટેશન નજીક કડોલી ફાટક પાસે કડોલીના 80 વર્ષીય વૃદ્ધ ટ્રેન અડફેટે આવી જતા તેમનું મોત નીપજ્યું હતું.જલાલપોર તાલુકાના કડોલી ગામે પોપડા ફળિયામાં રહેતા ભીખાભાઈ રાઠોડ (ઉ.વ.80) કડોલી ફાટક થઈ રેલવે ટ્રેક ક્રોસ કરી બીજી તરફ જવા સાંજે 4.00 કલાકની આસપાસ પ્રયાસ કરી રહ્યા હતા તે વખતે ઝાંસી-બાંદ્રા ટ્રેન આવી જતાં તેઓ ટ્રેન અડફેટે આવી ગયા હતા. ઘટનામાં તેમનું મોત નીપજ્યું હતું. ઘટના સંદર્ભે મરોલી રેલવે સ્ટેશન અધિક્ષકે જલાલપોર પોલીસે ગુનો નોંધ્યો છે.

નવસારી |નવસારી તાલુકાના વસર ગામના રહીશ સુરેશ ગોવિંદભાઈ પટેલ (ઉ.વ.55) પોતાની બાઈક સુઝુકી નં.જીજે-15-ઈ-377 ઉપર પોતાની દીકરીને લઈ નવસારી તરફ જઈ રહ્યા હતા. નેશનલ હાઈવે નં.8 ઉપર પેટ્રોલપંપ નજીક સર્વિસ રોડ ઉપર મારૂતિ કારના ચાલકે બાઈક સવારને ટક્કર મારતા ગંભીર ઈજાને પગલે વસર ગામના બાઈક સવારનું મોત નીપજ્યું હતું.

નવસારી |જલાલપોર પોલીસે વેડછા ગામે બુટલેગરના ઘર નજીક ઝાડીઝાંખરામાંથી રૂ.34240ની કિંમતનો દારૂન ઝડપી કાર્યવાહી હાથ ધરી છે.નવસારી જિલ્લા નાયબ પોલીસવડા વી.જે.જાડેજાને બાતમી મળી હતી કે, વેડછા ખાતે રહેતા બુટલેગર દિનેશ પટેલે ઘર નજીક ઝાડીઝાંખરામાં દારૂ સંતાડી રાખ્યો છે. બાતમીના આધારે જલાલપોર પોલીસે રેડ કરી રૂ.34240ની કિંમતની 252 નંગ બોટલ ઝડપી હતી.

ડુંગરી |વલસાડ તાલુકાનાં ડુંગરી કાંઠાવિસ્તારના દાંતી ગ્રામપંચાયત ખાતે 200થી વધુ ગામજનો અને તાલુકાનાં અધિકારીની અધ્યક્ષતામાં મળેલી સભામાં દાંતી ગ્રામપંચાયત દ્વારા ઝિંગા ફાર્મના માલીકને ખોટો ઠરાવ આપવાને લઇ ઉગ્ર બોલા ચાલી થતા ગ્રામસભામાં હોબાળો થતા સભા મોકુફ રખાઇ હતી. જે બાબતે પ્રવિણ ટંડેલ અને સરપંચ વચ્ચે બોલાચાલી થતા ગામ સભા ફકત 30 મિનિટ સુધીજ ચાલુ રખાઇ હતી.

વલસાડ |વલસાડ ધરમપુર ઓવરબ્રિજ નીચે પોલીસ પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે રિક્ષા નં. જીજે-15-ટીટી-5585 અને રિક્ષા નં. જીજે-15-વાયવાય-4907 આડેધડ પાર્ક થયેલી હાલતમાં જણાઈ હતી. જેના કારણે રોડ ઉપરથી પસાર થતા લોકોને અડચણ પહોંચી હતી. જેથી પોલીસે બંને રિક્ષાના ચાલક બીરેન્દ્ર કૌશલ કિશોર ગુપ્તા અને બલવીર રામકિશોર નિશાદ ની ધરપકડ કરી તેઓ વિરૂધ્ધ ગુનો દાખલ કર્યો હતો.

બારડોલી |ડોલવણ તાલુકાના કલકવા ગામે તળાવ ફળિયામાં રહેતી જીગીશા મનુભાઈ ચીનભાઈ ઢો.પટેલ (17) મંગળવારના રોજ કોઈ અગમ્યકારણસર ઝેરી દવા પી ગઈ હતી. જે અંગે પરિવારને જાણ થતાં તાત્કાલિક સારવાર અર્થે વાલોડ સીએચસી ખાતે ખસેડવામાં આવી હતી. જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કરી હતી. વાલોડ પોલીસે અમોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.