તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • ગુરુપૂર્ણિમા નિમિત્તે નારાયણે વચગાળાના જામીન માંગ્યા

ગુરુપૂર્ણિમા નિમિત્તે નારાયણે વચગાળાના જામીન માંગ્યા

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાધીકાસાથે દુષ્કર્મ કેસના આરોપી નારાયણે ગુરુપૂર્ણિમાની ઉજવણી માટે એક દિવસના વચગાળાના જામીન મેળવવા માટે જામીન અરજી કરી છે. અનુયાયીઓ ગુરુપૂર્ણિમાના દિવસે ઉપવાસ રાખીને ગુરુના દર્શન કરતા હોય પોતાના અનુયાયીઓ સાથે સત્સંગ કરવા માટે નારાયણે કોર્ટમાં જામીન અરજી કરી છે.

જહાંગીરપુરાના અાશ્રમમાં સાધીકા સાથે દુષ્કર્મ આચરવાના કેસમાં અને લાંચ કેસમાં જેલવાસ ભોગવી રહેલા નારાયણ દ્વારા માતાની સારવાર માટે વચગાળાના જામીન મેળવ્યા બાદ હવે ગુરુપૂર્ણિમાના દિવસે પોતાના અનુયાયીઓને દર્શન આપવા તેમજ સત્સંગ કરવા માટે એક દિવસના વચગાળાના જામીન મેળવવા માટે કોર્ટમાં અરજી કરી છે. ગુરુપૂર્ણિમાના મુદ્દાઓના આધારે નારાયણે તેની સામેના બન્ને કેસમાં આગામી તા.31મી જુલાઈના રોજ ગુરુપૂર્ણિમાના દિવસે 1 દિવસના વચગાળાના જામીન મેળવા માટે જામીન અરજી કરી છે.

13 કરોડની લાંચ કેસમાં સાક્ષી સાહેદોની જુબાની

સાધીકાસાથેદુષ્કર્મ કેસમાં તેમજ રૂ.13 કરોડની લાંચ આપવાના કેસમાં મંગળવારના રોજ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં રૂ.13 કરોડની લાંચ કેસના પંચ સાહેદોની જુબાની લેવામાં આવી હતી અને ફરીયાદી પક્ષે તેમજ બચાવ પક્ષે સાક્ષીઓને પુછપરછ કરવામાં આવી હતી. જ્યારે દુષ્કર્મ કેસમાં હાઈકોર્ટ દ્વારા વધુ ત્રણ આરોપીઓ સામેની તપાસ સામે આપેલા સ્ટેના પેપરો રજુ કરાયા હતા કેસમાં હવે આગામી તા.15મીએ વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે

અન્ય સમાચારો પણ છે...