• Gujarati News
  • મોટાભાગના સુરતીઓનો પાસવર્ડ એમનો મોબાઇલ નંબર કે બર્થ ડેટ હોય છે

મોટાભાગના સુરતીઓનો પાસવર્ડ એમનો મોબાઇલ નંબર કે બર્થ-ડેટ હોય છે

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોટાભાગના સુરતીઓનો પાસવર્ડ એમનો મોબાઇલ નંબર કે બર્થ-ડેટ હોય છે

દય પટેલે પાસવર્ડ વિષે સર્વે કર્યો હતો.જેમાં એમને જાણવા મળ્યું હતું કે ટીનએજ બોય્ઝ પાસવર્ડમાં એમની ગર્લફ્રેન્ડનું ઓરિજીનલ કે નીક નેમ+143, 007, ‘સર્ચીંગ’, ‘પાસવર્ડ’, ‘એસએસસી પાસઆઉટ’, તેમજ કરન્ટ ટ્રેન્ડના ક્લીકી વર્ડ્ઝ અને મોબાઈલ નંબર રાખે છે. જ્યારે પ્રોફેશનલ્સ ફેસબુક કે જીમેલમાં પોતાનો નવો-જુનો મોબાઈલ નંબર, બાઈક-કારનો નંબર અને પત્ની-બાળકોના નામ રાખે છે. જ્યારે ગર્લ્સ પાસવર્ડની બાબતમાં છોકરાઓ કરતા વધુ સ્માર્ટ છે.તેઓ એમના પેટનું નામ, ‘કુચી કુચી’, ‘બાબાજી કા થુલ્લુ’, બોય ફ્રેન્ડ સાથેના બ્રેકઅપની ડેટ, ‘એંજલ’, કાર્ટુન કેરેક્ટરના નામ, પેરેન્ટ્સના નામ કે પછી પોતાનું નામ ઉંધુ લખે છે.જોકે બધા પાસવર્ડ ઈઝીલી ક્રેક થઈ શકે છે.

ઉદય પટેલે સુરતીઓના પાસવર્ડ વિશે સર્વે કર્યો

1 ફેસબુક-ઇમેઇલ,ટ્વીટર દરેકનો પાસવર્ડ અલગ રાખો. એક સરખો પાસવર્ડ રાખશો નહીં. દર અઠવાડિયે પાસવર્ડ ચેન્જ કરતાં રહો. 15થી વધારે અક્ષરનો પાસવર્ડ સિક્યોરિટી માટે બેસ્ટ છે.

2નંબરઅને ચિન્હોનો ઉપયોગ કરો-એક પાસવર્ડમાં અપરકેસ લોઅર કેસ, નંબર અને સ્પેસબારનો ઉપયોગ કરો. સ્પેસબાર પણ પાસવર્ડમાં લેટર તરીકે કાઉન્ટ થાય છે.

3બ્રાઉઝરમાંપાસવર્ડ સેવ નહી રાખો.જીમેલના સિક્યોરિટી ઓપ્શનમાં જઈ ટુ સ્ટેપ વેરિફિકેશન ઓપ્શન ઓન રાખો. જો બીજા કોમ્પ્યુટરથી કોઈ તમારું મેઈલ એક્સેસ કરશે તો તમને મોબાઈલ પર નોટીફિકેશન મળશે.

4નેટવર્કકોમ્પ્યુટર યુઝ કરતા હોવ તો તમારા પી.સી કે લેપટોપમાં કી-લોગર સોફ્ટવેર તો નથીને ટાસ્ક મેનેજરમાં જઇ પરફોર્મન્સ પ્રોપર્ટી ઓપન કરી ચેક કરી લો.

5એડમિનિસ્ટ્રેટીવપાસવર્ડની સાથે બાયોસ પાસવર્ડ પણ રાખો. જો બાયોસ પાસવર્ડ હશે તો હેકર સી.પી.યુને ફિઝીકલી ઓપન કર્યા વિના પાસવર્ડ ક્રેક કરી શકે નહી.

CITY SEMINAR

િસટી રીપોર્ટર }‘આપણે ઘરની સેફ‌્ટી માટે સારામાં સારી કંપનીના લોક લઈએ છીએ પરંતુ ચોર બારીની ગ્રીલ તોડીને ચોરી કરી જતો હોય છે. એવી રીતે સેલફોન, ઈમેલ કે સોશિયલ મિડિયાને યુઝ કરવા માટે આપણે સારામાં સારી બ્રાન્ડના સ્માર્ટફોન કે લેપટોપ યુઝ કરીએ છીએ પરંતુ એની સિક્યોરિટી પર વધુ ધ્યાન નથી આપતા.ઈમેલ કે સોશિયલ મિડીયાનો યુઝ કરતા દર 100 સુરતી માંથી 50થી વધુ સુરતીઓ પાસવર્ડમાં એમનો સેલફોન નંબર અથવા બર્થડેટ લખતા હોય છે. જે ઈઝીલી ક્રેક થઈ શકે છે.’ ‘તમારો પાસવર્ડ કેવો રાખશો’ વિષય પર યોજાયેલા સેમિનારમાં વાત સાયબર સિક્યોરિટી એક્સપર્ટ ઉદય પટેલે કહી હતી.

પાસવર્ડમાં સ્પેસબારનો યુઝ કરો, હેક નહીં થાય

તમારો પાસવર્ડ કેવો હોવો જોઈએ વિષય પર સેમિનાર યોજાયો