બંધને કારણે એમ્બ્રોઇડરી ઉદ્યોગને 3.5 કરોડનું નુકસાન
સુરત |GSTના 5 ટકાનો દર વેઠી ના શકે તેવી એમ્બ્રોઇડરી ઈન્ડસ્ટ્રિએ આજથી અનીઈચ્છાએ શનિવારથી સાત દિવસ માટે બંધ કરવાની નોબત ઉભી થઈ છે.જેના કરાણે 25 હજાર ઉદ્યોગકારો દ્વારા કાર્યરત 50 હજારથી વધુ યુનિટના 1.50 લાખ મશીન 30 જૂન સુધી બંધ રહેવાના કારણે પ્રત્યેક દિવસે 3.5 કરોડ રૂપિયાનું થતું ઉત્પાદન ખોરવાશે. જેના કારણે એક લાખે ઘરગથ્થું ઉત્પાદન કરતી મહિલાઓ આવક અટકશે.
100 ટકા જોબવર્ક પર ચાલતી એમ્બ્રોઇડરી ઈન્ડસ્ટ્રિને જીએસટીમાંથી મુક્તિ અપાવાની સ્થાનિક એસોએશીયન દ્વારા કરાઈ હતી. પરંતુ તેમને રજૂઆતને કોઈ બરકાર નહી આપતા સરકાર તરફ કોઈ જવાબ મળ્યો ના હતો. જેના પગલે એમ્બ્રોઇડરી ઉદ્યોગકારોએ શનિવારથી બંધનો નિર્ણય કરતા સદતર બંધ પાળ્યું હતું. ઉદ્યોગ સાથે ઘણી એવી મહિલા સંકળાયેલી છે.
જે સાડી એમ્બ્રોઇડરી કરી પોતાના સમગ્ર પરિવાનું ગુજરાન ચલાવે છે. કેટલાક યુનિટો દ્વારા ઉદ્યોગમાં રોજે રોજની મજૂરી ચૂકવી દેવા આવતી હોય છે. આમ ઉદ્યોગને જીએસટીમાંથી મુક્તિ અપાવવા માંગ કરાઈ છે.
GSTમાંથી મુક્તિ અપાવવાની રજૂઆત