વેપારીબંધુઓએ સવા બે લાખની ઠગાઈ કરી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | રીંગરોડનીકમલા ટેક્ષટાઈલ માર્કેટના ત્રણ વેપારીબંધુઓએ સાડીના માલના રૂ. 2.25 લાખ વેપારીના ચાંઉ કરીને દુકાન બંધ કરીને ફરાર થયા હતા.ભટાર રોડના સ્વામી ગુણાતીતનગરમાં રહેતા અને સાડીનો વેપાર કરતા મુકેશભાઈ હરીકિશન નદંવાણીએ રીંગરોડની કમલા ટેક્ષટાઈલ માર્કેટમાં ભાડેની દુકાનમાં કાપડનો ધંધો કરતા વિશાલ બૈરાગીદાસ ગુપ્તા, બૈરાગીદાસ રામલખન ગુપ્તા, વિમલ બૈરાગીદાસ ગુપ્તા અને નવલ બૈરાગીદાર ગુપ્તાને રૂ. 2.25 લાખનો સાડીનો માલ આપ્યો હતો. માલ તેઓએ યુપીમાં મોકલ્યો હતો. બીજી તરફ લાખોની રકમ આપવા બાબતે ચારેય જણાએ વેપારીને ગલ્લા તલ્લા કરીને છેવટે દુકાન બંધ કરીને ભાગી ગયા હતા.