• Gujarati News
  • અમિત શાહની સભામાં હાજરી બતાવવા પાણી પર કાપ મુકાયો

અમિત શાહની સભામાં હાજરી બતાવવા પાણી પર કાપ મુકાયો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમિત શાહ આજે સુરતમાં : પોલીસ એલર્ટ

બુધવારેલિંબાયતમાં અમીત શાહની જાહેરસભામાં જનમેદની ભેગી કરવામાં ચૂક નહીં થાય તે માટે લિંબાયતમાં પાણીનો સમય પણ બદલી નાંખ્યો છે. લિંબાયતમાં રોજ સાંજે 7 વાગ્યાથી પાણી સપ્લાય કરવાનો સમય છે. જોકે, બુધવારે જાહેરસભાનો સમય પણ આજ હોઈ લોકો પાણી ભરવા માટે વ્યસ્ત રહે તો સભામાં હાજરી ઓછી થાય તેવી શક્યતાને જોતા વિસ્તારમાં પાણી સપ્લાય બે કલાક પહેલાં કરી દેવાનું નક્કી કરાયું છે. ભૂતકાળમાં આવા કારણોસર તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની જાહેરસભામાં ફિયાસ્કા જેવી સ્થિતિ થઈ હતી. એટલે, તે અનુભવમાંથી બોધપાઠ લઈને વખતે પાણી સપ્લાયનો સમય બદલી દેવાની તજવીજ કરાઈ છે.

ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમીત શાહ બુધવારે સુરતની મુલાકાતે છે. કેન્દ્રની મોદી સરકારની એક વર્ષની સિદ્ધિઓને લોકો સુધી પહોંચાડવાનો મુખ્ય હેતુ છે. એટલે, દિવસ દરમિયાન લિંબાયતમાં નિલગીરી ગ્રાઉન્ડ ખાતે વિશાળ જાહેરસભાનું આયોજન તેમનો સૌથી મોટો કાર્યક્રમ છે. જાહેરસભામાં લોકોની હાજરી દેખાડવામાં કોઈ કચાસ નહીં રહે તે માટે શહેર ભાજપ દ્વારા છેલ્લાં દિવસોથી કવાયત કરવામાં આવી રહી હતી. શહેર ભાજપના સંગઠનના હોદ્દેદારો, વિવિધઆ સેલ અને મોરચાના હોદ્દેદારોને પણ જાહેરસભા સુધી લોકોને લાવવા માટેની જવાબદારી સોંપવામાં આવી હતી. લિંબાયત વિસ્તારમાં જાહેરસભા યોજવામાં આવી છે, અને જે સમયે સાંજે સાડા વાગ્યે જાહેરસભા યોજાવાની છે. તે સમય જાહેરસભાની આસપાસના તમામ વિસ્તારોમાં પાણી સપ્લાય કરવા માટેનો સમય છે. એટલે, જાહેરસભાના સમયે જો પાણી સપ્લાય ચાલુ હોય તો લોકો પહેલી પ્રાયોરિટી પાણી ભરવાના કામને આપે. વળી ઉનાળાના દિવસો પણ છે. આનેલીધે જનમેદની એકઠી કરવાની ગણતરી ઉંધી પડી શકે, તેવા સંદેહને પગલે લિંબાયત ઝોનમાં બુધવારે પાણી સપ્લાયનો સમય વહેલો કરાવી દેવાનું નક્કી કરાયું છે. આનેલીધે પાલિકાએ પણ બુધવારે લિંબાયત, ગોડાદરા વિસ્તારમાં પાણી સપ્લાયનો સમય સાંજે સાત વાગ્યાને બદલે સાંજે ચાર વાગ્યે રાખવાનું જાહેર કર્યું છે. અલબત્ત, પાલિકાના હાઈડ્રોલિક ઇજનેર પી.ડી. મુનશી પાણી સપ્લાયનો સમય બદલવા માટે મેઇન્ટેનન્સનું કારણ આપી રહ્યાં છે.

દરેક કોર્પોરેટરને એક એક બસ જેટલાં લોકો લાવવાનો ટાર્ગેટ

ટિકિટવાંચ્છુઓમાં મેદની ભેગી કરવાની જામેલી હોડ

નજીકનાભવિષ્યમાંપાલિકાની ચૂંટણી આવી રહી છે. એટલે, તે પહેલાં પક્ષનો મોટો કાર્યક્રમ છે. એટલે વરસાદી દેડકાંની જેમ કેટલાંક નેતાઓ પણ ફૂટી નીકળ્યાં છે. તેમણે કાર્યક્રમમાં સક્રિયતા બતાવીને ટિકિટ મેળવવા માટે નેતાઓને લાડકા થવા માટેની રેસ પણ લાગી ચૂકી છે. જોકે, તેમાં ઉત્સાહમાં અતિરેક કરી દેવાની એક ઘટના પણ સામે આવી છે. સાંસદ સી.આર. પાટીલના કાર્યાલય ઉપર જાહેરસભાના આયોજન સંદર્ભે એક બેઠક યોજાઈ હતી, તેમાં વોર્ડ નં-28માંથી ટિકિટ મેળવવા માટે ઇચ્છુક એક નેતાએ બે હજાર માણસ ભેગા કરવા માટેની જાહેરાત કરી દીધી હતી. એટલે, સાંસદે તેમને વળતો સવાલ કર્યો કે,‘કેટલાં ટેમ્પા જોઈશેω’ તેના જવાબમાં મહાશયે ‘ચાર ટેમ્પામાં લઈ આવીશ...’ એવો જવાબ આપતાં બેઠકમાં તેમણે ઉઘાડા પડી ગયાં હતાં.

અમીત શાહરાષ્ટ્રીય પ્રમુખ બન્યા પછી સુરતમાં પહેલીવાર આવી રહ્યાં છે. એટલે, શહેર ભાજપના સંગઠનને માટે પણ તેમની સામે શક્તિ પ્રદશર્ન કરવા માટેનો પહેલો પ્રસંગ છે. એક કોર્પોરેટરે નામ નહીં અાપવાની શરતે જણાવ્યું કે, અમને પણ અમારા વોર્ડમાંથી એક અેક બસ ભરીને લોકોને સભાસ્થળ સુધી લઈ જવા માટેનો ટાર્ગેટ આપ્યો છે.

પાણીનો સમય 7 વાગ્યાથી બદલીને 5 વાગ્યાનો કરી દેવાયો

જાહેરસભા પાસેના વિસ્તારોમાં પાણી સપ્લાય કરવાનો સમય છે