તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • બાઇક ચોરીની ફરિયાદ લખાવવા ગયાં ને પોલિસ સ્ટેશનમાં સફાઇ અભિયાન શરૂ કર્યું

બાઇક ચોરીની ફરિયાદ લખાવવા ગયાં ને પોલિસ સ્ટેશનમાં સફાઇ અભિયાન શરૂ કર્યું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સિટી એન્કર

પોલિસ સ્ટેશનમાંથી કચરો સાફ કર્યો

વિજય માંગરોળા કહે છે કે, ગૌરવપથ રોડ પરથી મારી બાઇક ચોરાઇ ગઇ. બાઇક નહીં મળતાં ફરિયાદ કરવા માટે પોલિસ સ્ટેશનમાં ગયા ત્યારે એવું માનેલું કે પોલિસ સ્ટેશન ફિલ્મોમાં બતાવાય છે એવું હોય છે, પણ પોલિસ સ્ટેશન ખૂબ ગંદુ હતું. બાઇક ચોરીની ફરિયાદ તો નોંધાવી દીધી પણ પોલિસ સ્ટેશનનાં વિચારો મનમાંથી હટતાં ન્હોતા. મને લાગ્યું કે, જેમ આપણી ઓફિસ કે ઘર ગંદુ હોય તો આપણને કામ કરવાની મજા આવે એમ પોલિસને પણ મજા નહીં આવતી હોય અને મેં પોલિસ સ્ટેશનની સફાઇનું અભિયાન હાથમાં લીધું. મારા બધાં મિત્રો વરાછામાં રહેતા હોવાથી વરાછા પોલિસ સ્ટેશનથી અભિયાન શરૂ કરવાનું નક્કી કર્યું. અરજી આપી સફાઇની મંજૂરી મેળવી. અમે સફાઇ શરૂ કરી ત્યારે પોલિસ કર્મીઓ પણ અમારી સાથે જોડાયા. હવે અમે અડાજણ પોલિસ સ્ટેશનમાં જશું. દર રવિવારે એક પોલિસ સ્ટેશનની સફાઇ કરીશું.

હવે અડાજણ પોલિસ સ્ટેશનની સફાઇ કરવામાં આવશે

જલ્પેશ કાળેણા | સુરત

વરાછાનાંવિજય માંગરોળા પોતાની બાઇક ચોરીની ફરિયાદ લખાવવા માટે પોલિસ સ્ટેશનમાં ગયા ત્યારે એમણે જોયું કે પોલિસ સ્ટેશન ફિલ્મોમાં બતાવાય છે એવું નહીં પણ અત્યંત ગંદુ છે. પછી એમણે શહેરનાં તમામ પોલિસ સ્ટેશન સાફ કરવાની એક ઝુંબેશ ઉપાડી. સ્ટ્રોંગ સુરક્ષા નામ સાથે એક ગ્રુપ શરૂ કર્યું અને એમનાં મિત્રોને એમાં જોડ્યાં. હવે ગ્રુપનાં ωω મેમ્બર્સ ભેગા મળીને શહેરનાં પોલિસ સ્ટેશનને સાફ કરવાનું અભિયાન ચલાવે છે.

અન્ય સમાચારો પણ છે...