તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • I Am કલામ, ઈક્લાબ ચિલ્લર પાર્ટી જેવી ફિલ્મ બતાવાઇ

I am કલામ, ઈક્લાબ ચિલ્લર પાર્ટી જેવી ફિલ્મ બતાવાઇ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બાળ ફિલ્મોત્સવમાં 65 હજાર બાળકોએ 8 ફિલ્મો જોઇ

સિટી રિપોર્ટર | સુરત

સુરતજિલ્લા કલેક્ટર કચેરી દ્વારા બાળ ફિલ્મોત્સવનું આયોજન કરાયું હતું. ફિલ્મોત્સવ અંતર્ગત શહેરનાં મલ્ટીપ્લેક્સમાં ‘આઈ એમ કલામ, ઈકબાલ, ચિલ્લર પાર્ટી, સ્ટેનલી કા ડબ્બા, ફેરારી કી સવારી, હવા હવાઈ, મીશન મમ્મી અને મર્મેઈડ ફિલ્મ બાળકોને વિના મૂલ્યે બતાવવામાં આવી હતી. ફિલ્મ ઉત્સવમાં કલેકટર મહેન્દ્ર પટેલે જણાવ્યુ હતું કે, બાળકોને મનોરંજન સાથે શિક્ષણ મળે તેવા હેતુ થી ફિલ્મોત્સવનું આયોજન કર્યુ છે. વિદ્યાર્થીઓ આવી ફિલ્મોના બોધ-સંદેશ વડે જીવનમાં કંઈક બનવા માટે લગન-ધગશ અને મહેનતથી પોતાની કારકિર્દીનું ઘડતર કરી શકે છે. આઈ એમ કલામ ફિલ્મ પૂર્વ રાષ્ટ્રપતિ ડો.એ.પી જે અબ્દુલ કલાના જીવનમાંથી પ્રેરણા લઈને બાળ કલાકર પોતના જીવનમાં કંઈક બનવાનો મક્કમ નિર્ધાર કરી સફળ બને છે. ફિલ્મ જોવા આવેલા વિદ્યાર્થી સંકેત પરમારે જણાવ્યુ હતું કે, ‘આ ફિલ્મ જીવનનું પરિવર્તન કરતી આદર્શ ફિલ્મ હોવાથી તે ખુબ ગમી છે. આપણામાં જો આવડત હોય તો ઘણું પ્રાપ્ત કરી શકાય છે.’ ફિલ્મોત્સવમાં 65 હજાર બાળકોએ બાળ ફિલ્મ નિહાળી

Filmotsav in City

અન્ય સમાચારો પણ છે...