તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિષય છે : ભારત વિજ્ઞાન અને ટેકનોલોજીની ભૂમિકા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નેશનલ સાયન્સ સેમિનાર માટે રજીસ્ટ્રેશન કરાવો

સિટી રિપોર્ટર | સુરત

ગુજરાતકાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી-ગાંધીનગર, નેશનલ કાઉન્સિલ ઓફ સાયન્સ મ્યુઝિક-મુંબઈ,જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર, ધન્વન્તરી આયુર્વેદ કોલેજ અને જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા નેશનલ સાયન્સ સેમિનારનું-2017નું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લા કક્ષાની સ્પર્ધા જુલાઈ મહિનામાં યોજાશે. જેમાં ધોરણ 8થી 10ના વિદ્યાર્થીઓ ભાગ લઈ શકશે. વિદ્યાર્થીઓએ ‘ભારત:વિજ્ઞાન અને ટેકનોલોજીની ભૂમિકા, શક્યતાઓ અને પકડારો’ વિષય પર તૈયારી કરવાની રહેશે. સ્પર્ધાનું ફોર્મ મેળવવા માટે jaybharaticsc@gmail.com પર સંપર્ક કરવો. અથવા લોક વિજ્ઞાન કેન્દ્ર સુરત શાખાનો સંપર્ક કરવો. જિલ્લા કક્ષાએ યોજાનાર સ્પર્ધામાંથી પ્રથમ બે વિજેતાને રાજ્ય કક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા માટે મોકલવામાં આવશે. સ્પર્ધામાં સુરતની કોઇપણ સ્કુલનાં વિદ્યાર્થીઓ ભાગ લઇ શકશે.

National Seminar

અન્ય સમાચારો પણ છે...