• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • નીતુ આપઘાત કેસમાં આગોતરાનો વિરોધ કરતી સરકારની એફિડેવિટ

નીતુ આપઘાત કેસમાં આગોતરાનો વિરોધ કરતી સરકારની એફિડેવિટ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નર્સિંગનીવિદ્યાર્થિનીએ કરેલી આત્મહત્યાના પ્રકરણમાં આરોપી આચાર્ય સહિત ત્રણ જણાએ કરેલી આગોતરા અરજી પર પર આજે સરકાર પક્ષે આગોતરા અરજીનો વિરોધ કરતી એફિડેવિટ રજૂ કરવામાં આવી હતી. હવે આવતીકાલે મામલે વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે.

નવી સિવિલ ખાતેની ગર્વમેન્ટ નર્સિંગ હોસ્ટેલમાં નીતુ સંખેવારએ આત્મહત્યા કરી લીધી હતી. જેથી ખટોદરા પીલીસે નર્સિંગ કોલેજના પ્રિન્સિપાલ મનહરબેન ટંડેલ, લેકચરર નિમ્મી એલોઇસ અનેે હેડ નર્સ જયતુનિશા મુલતાની સામે આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કર્યો હતો. આથી ધરપકડથી બચવા માટે આરોપીઓએ એડવોકેટ કલ્પેશ દેસાઈ મારફત કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી. આજે દલીલ થાય પહેલા સરકાર પક્ષે આગોતરા સામે એફિડેવિટ રજૂ કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...