IT ઇન્સ્પેક્ટરના હાથમાંથી ફોનની ચીલઝડપ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત: મજુરાગેટઈન્કમટેક્ષ કોલોની ખાતે રહેતા દલવીર ગીરધારીરામ ચૌધરી ઈન્કમ ટેક્ષમાં ઈન્સપેક્ટર છે. બુધવારે ઈવનીંગ વોક માટે મજુરાગેટ ચીલ્ડ્રન ટ્રાફિક પાર્કથી ઘરે પરત ફરતા હતા ત્યારે બાઈક પર બે અજાણ્યા તેમની નજીક આવી પાછળ બેસેલાએ તેમના હાથમાંથી 5 હજારની કિંમતનો મોબાઈલ ફોન આંચકી લીધો હતો. દલવીરએ તેમને પકડવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ બંને નાસી છુટવામાં સફળ રહ્યા હતા. દલવીર ચૌધરીએ ફરિયાદ નોંધાવતા ઉમરા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...