• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • વૈરાગ્યની કળા વિશ્વની સર્વશ્રેષ્ઠ કળા છે: પદ્મદર્શનજી

વૈરાગ્યની કળા વિશ્વની સર્વશ્રેષ્ઠ કળા છે: પદ્મદર્શનજી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગોપીપુરાસ્થિત ઓમકારસૂરિ આરાધના ભવન ખાતે જૈનાચાર્ય કુલચન્દ્ર સૂરિજી, જૈનાચાર્ય રશ્મિરાજ સૂરિજી અને પંન્યાસ પદ્મદર્શન વિજયજી મહારાજ આદી શ્રમણ ભગવંતોની પાવન પધરામણી થતાં સમગ્ર જૈન સમાજમાં ભારે હર્ષોલ્લાસનું વાતાવરણ જામ્યું હતું. ગોપીપુરા એટલે મંદિરોની નગર, ચારેય બાજુ જ્યાં જુઓ ત્યાં મંદિરો,સાધુ અને સાધ્વીજી ભગવંતોના દર્શન થાય છે. ધર્મમય અને તપોમય ભૂમિ એટલે ગોપીપુરાની પાવન ધરતી. એકવર્ષ પહેલા જેમની ભાગવતી પ્રવ્રજ્યા થયેલી તે પૂજ્ય મુનિ શીલચન્દ્ર વિજયજી મહારાજની પ્રથમ વાર્ષિક દીક્ષા નિમિત્તે તેમના સંસારી પરિવાર દ્વારા ચૈત્ય પરિપાટી અને પ્રવચન દરમિયાન સમૂહ સામાયિકનું આયોજન કરાયુ જેમા મોટી સંખ્યામાં આરાધકો અને સાધકો જોડાયા હતા. સોનામાં સુગંધ ભળે તેમ જૈનાચાર્ય અરવિંદ સૂરિજી મહારાજનો આજે 88મો જન્મદિવસ પણ ભક્તિની ભાવધારાપૂર્વક ઉજવાયો હતો.

પૂજ્ય પંન્યાસ પદ્મદર્શન મહારાજે ત્રિદિવસીય પ્રવચનમાળાનો પ્રારંભ કરતાં જણાવ્યું હતું કે, જ્ઞાનરૂપી ચન્દ્રમાં પંદર કળાઓ પૈકી દુનિયાની બધી કળાઓ સમાઇ જાય છે. નૃત્યકળા,વક્તૃત્વ કળા,સંગીતકળા,પાકકળા અને ધર્નુકળા વગેરે કળાઓ સામાન્ય કળા છે જ્યારે વૈરાગ્યની કળા વિશ્વની સર્વશ્રેષ્ઠ કળા છે. જેની પાસે વૈરાગ્યની કળા નથી અને બાકીની ગમે તેવી કળા હોય છતાં કળાની ફુટી બદામ જેટલી કિંમત નથી. રાગની આગે આજે ભલભલાના જીવનને હલબલાવી નાંખ્યા છે. સત્તા,સંપત્તિ,સ્વજનો અને સામગ્ર પ્રત્યેના આંધળા રાગે પરમાત્મા પ્રત્યેની પ્રીતિને ખલાસ કરી છે. પ્રભુ પ્રત્યેનો પ્રેમ ઘટતાં જીવનમાં અનેકવિધ સંગ્રામોનો પ્રારંભ થાય છે. રાગને તોડવા માટે વિરાગ જરૂરી છે જેને તમે તમારા માનીને બેઠા છો તમારી મોટી ભૂલ છે. તમારું કોઇ હોય તો તે માત્ર દેવ,ગુરુ અને ધર્મ છે. પદ,પૈસા,પત્ની અને પરિવારમાંથી તમારું મન ઊઠી જાય તો તમે સાચા અર્થમાં વૈરાગી છો.

ગોપીપુરા ખાતે પ્રવચનમાળાનો પ્રારંભ

અન્ય સમાચારો પણ છે...