• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • આખરે ભેસ્તાન રેલવે ઓવર બ્રિજ માટે ટ્રેક પર ગર્ડર મૂકાયા

આખરે ભેસ્તાન રેલવે ઓવર બ્રિજ માટે ટ્રેક પર ગર્ડર મૂકાયા

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇન્ફ્રાસ્ટ્રકચર રિપોર્ટર . સુરત

ભેસ્તાનથીડિંડોલીને જોડતા રેલવે ઓવરબ્રિજ પર છેલ્લા 2 દિવસમાં 7 ગર્ડર મુકવાની કામગીરી પાલિકાના બ્રિજસેલે પૂર્ણ કરી દેતાં ઓગસ્ટ સુધીમાં રેલવે ઓવરબ્રિજ ખુલ્લો મુકી શકાશે એવી ધારણા છે.

ભેસ્તાનથી ડિંડોલી વિસ્તારને જોડતો રેલવે ઓવરબ્રિજ બનાવવા માટે વર્ષોથી માગણીને ધ્યાને રાખીને ભેસ્તાન રેલવે સ્ટેશન પાસેથી ડિંડોલીને જોડવા માટે રેલવે ઓવરબ્રિજ બનાવવાનો નિર્ણય કર્યો હતો. 800 મીટરની લંબાઇ ધરાવતો રેલવે ઓવરબ્રિજ બનાવવા માટે 38.36 કરોડના ખર્ચને મંજૂરી આપ્યા બાદ તેની કામગીરી પુરજોશમાં શરૂ કરવામાં આવી હતી. પૈકી મોટાભાગની કામગીરી બ્રિજસેલ વિભાગે પૂરી કરી દીધી હતી, પરંતુ ગર્ડર મુકવા રેલવેની મંજૂરી જરૂરી હતી. તેમાં છેલ્લા 3 મહિનાથી બ્લોક આપવાની મંજૂરી મંગાઈ હતી, જે મળી જતાં પાલિકાના બ્રિજસેલ વિભાગે ટ્રેકના ઉપરના ભાગે 2 દિવસમાં 7 ગર્ડર મુકી દીધા છે. જ્યારે શનિવારે ગર્ડરની નીચે બાકી રહેલી કામગીરી પૂરી કરી દેવાશે. ગર્ડર મુકવાની કામગીરી શુક્રવારે પૂર્ણ થઈ જતાં બાકીની કામગીરી પણ ઝડપથી પૂરીને 15 ઓગસ્ટ સુધીમાં બ્રિજ તૈયાર કરી દેવાશે તેવો બ્રિજ સેલનો લક્ષ્યાંક છે.

5 લાખ લોકોને થનારો ફાયદો

ડિંડોલી-ભેસ્તાનને જોડતા રેલવે ફ્લાય ઓવરબ્રિજમાં છેલ્લા ત્રણ માસથી ગર્ડરના કારણે અટકી પડેલી કામગીરી શુક્રવારથી ફરી ધમધમવા માંડી હતી.

ભેસ્તાનથી ડિંડોલી જવા માટે લોકોએ લિંબાયતના ગરનાળામાંથી અથવા તો હાલમાં સચિન થઇને ડિંડોલી જતા હોય છે, પરંતુ ઓવરબ્રિજ બની ગયા બાદ 5 લાખથી વધુ લોકોને સીધો ફાયદો થશે. કારણ કે ડિંડોલી રહેતા અનેક લોકો રોજગારી માટે પાંડેસરા આવે છે. તેઓ લિંબાયતના ગરનાળામાંથી તેમજ ડિંડોલી રેલવે ઓવરબ્રિજ થઇને આવતા હોય છે, જેમાં લાંબો ચકરાવો પડે છે. હવે રેલવે ઓવરબ્રિજ બની જશે તો લોકો સીધા ડિંડોલી પહોંચી શકશે.

પહેલી વખત એકસાથએ 2 ગર્ડર મૂકાયા | રેલવેઓવરબ્રિજ પર મુકવામાં આવેલા 7 ગર્ડર પૈકી એકનું વજન 85 ટન છે. જેથી ગર્ડરને બ્રિજ પર બેસાડવા માટે પાલિકાએ 300 ટનની બે ક્રેન મંગાવી રાખી હતી. તેમાં એક ક્રેન મારફતે બ્રિજ પર ગર્ડર ગોઠવવાની કામગીરી કરવામાં આવી હતી. જ્યારે એક ક્રેન સ્ટેન્ડ બાય રાખી હતી. શુક્રવારે પાલિકાએ પહેલી વખત એક સાથે બે ગર્ડરને ગોઠવી શકાય તે પ્રમાણે કામગીરી કરી હતી, જેથી સમગ્ર કામગીરી ઝડપથી પૂરી કરી શકાય હતી.

મંજૂરીના વાંકે 3 મહિનાથી ભેસ્તાન-ડિંડોલી રેલવે બ્રિજનું કામ અટકી પડ્યું હતું

ઓગસ્ટ સુધીમાં બ્રિજ ખુલ્લો મૂકી દેવાય તવી ધારણા

અન્ય સમાચારો પણ છે...