તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સિટી રિપોર્ટર | સુરત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સિટી રિપોર્ટર | સુરત

ઉકાઈમાંરૂલ લેવલ કરતા ઓછા પાણીને કારણે તાપી નદીમાં ગણેશ વિસર્જન માટે ઉકાઈથી પાણી છોડાશે નહીં. જેથી હજીરા-ડુમસમાં ભરતીના સમયે શ્રીજીનું વિસર્જન કરવાનું રહેશે. ટાઈડ ફોરકાસ્ટ, મેરીટાઈમ બોર્ડની આગાહીના આધારે સવારે અને સાંજે નાની ભરતી અને બપોરે અને રાત્રે મોટી ભરતીના આધારે બપોરે 1થી સાંજે 4 કલાક સુધીમાં કરાયેલું વિસર્જન સરળ રહેશે.

દરિયામાં નાની ભરતીને કારણે સવારે 10.14 કલાકથી તાપી નદીમાં પાણીની સપાટી વધશે. ભરતીને કારણે 11 વાગ્યા બાદ લગભગ 5 ફૂટ જેટલી પાણીની સપાટી વધશે. ત્યારબાદ બપોરે 2 વાગ્યે મોટી ભરતી શરૂ થતાં નદીમાં પાણીની આવક લગભગ 10 ફૂટની સપાટી વધારશે. ફરી રાતે 9 કલાકે નાની ભરતીના પાણી આવતા ફૂટ અને રાતે 2.23 કલાકે મોટી ભરતી આવતા 10 ફૂટ જેટલી પાણીની સપાટી વધશે. આથી સમયે પહેલા વિસર્જન કરાશે તો પ્રતિમાઓ દરિયામા વહેશે. જ્યારે દરિયાકિનારે ડુમસ અને હજીરામાં શ્રીજી વિસર્જન માટે જતાં ભક્તોએ સાવચેતી રાખવી જરૂરી છે. ખાસ કરીને હજીરા અને ડુમસમાં જેટી પાસે પાણી ઉંડા હોવાથી સાવચેતી વિશેષ જરૂરી છે. વિસ્તારોમાં ભરતીના કારણે પાણીના મોજા 15 ફુટ કરતા વધુ જવાની શક્યતા દર્શાવાઈ છે.

અન્ય સમાચારો પણ છે...