તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • 13મી જુલાઇથી ટેબલ ટેનિસ લીગનો આરંભ કરવામાં આવશે

13મી જુલાઇથી ટેબલ ટેનિસ લીગનો આરંભ કરવામાં આવશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | ટેબલટેનિસ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા અલ્ટીમેટ ટેબલ ટેનિસ લીગનો આરંભ ચેન્નાઇ ખાતે 13મી જુલાઇથી કરવામાં આવશે. સ્પર્ધામાં ભાગ લેનારી દરેક ટીમમાં ચાર પુરૂષો અને ચાર મહિલાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. સ્પર્ધામાં ભાગ લઇ રહેલી ટીમના ખેલાડીઓની પસંદગી માટે મુંબઇ ખાતે જુન મહિનામાં હરાજી થઇ હતી. ટીટીએફઆઇના અધિકારીઓનું માનવું છે કે પ્રકારની સ્પર્ધાના કારણે માત્ર ખેલાડીઓને આર્થિક લાભ થશે પરંતુ સાથે સાથે સ્પર્ધાત્મક ભાવના પણ ખૂબ વધશે. સુરતનો પ્રથમ આતંરરાષ્ટ્રીય ટેબલ ટેનિસ ખેલાડી હરમિત રાજુલભાઈ દેસાઈ સ્પર્ધામાં મહારાષ્ટ્ર યુનાઈટેડ વતી રમશે. જ્યારે સુરતનો માનવ ઠક્કર ચેલેન્જર્સ ટીમનું પ્રતિનિધિત્વ કરશે.

ચેન્નાઈ TTLમાં હરમિત દેસાઈ મહારાષ્ટ્ર યુનાઈટેડ વતી રમશે

અન્ય સમાચારો પણ છે...