તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • બારડોલી પોસ્ટઓફિસથી ઇશ્યુ કરાતા સ્ટેમ્પનો સુરતમાં વેપલો!

બારડોલી પોસ્ટઓફિસથી ઇશ્યુ કરાતા સ્ટેમ્પનો સુરતમાં વેપલો!

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વેપલાનો જાળ‌ સુરત જિલ્લા સહિત ભરૂચ, તાપી, નવસારી અને વલસાડ જિલ્લામાં પણ ફેલાયો છે.જેમાં કેટલીક પોસ્ટ ઓફિસના કર્મીઓના પણ હાથ કાળા થયા હોવાનું જાણવા મળ્યું છે. બારડોલી પોસ્ટ ઓફિસના સ્ટેમ્પ પેપર સુરત શહેરમાં વેચાઈ રહ્યા હોવાની માહિતી બહાર આવતાં સત્તાધીશો પણ ચોંકી ઉઠયા છે. બહુમાળીમાં બેસતા કેટલાક ઠગો પોસ્ટ ઓફિસના સ્ટેમ્પ વેચાણમાં પંકાયેલા હોવાનું પણ જાણવા મળ્યું છે.

શહેરમાં 100 જેટલા પરવાનેદાર સ્ટેમ્પ વેન્ડરો છે. તેમાં પણ કેટલાક વેન્ડર ઘરથી સ્ટેમ્પ વેચાણ કરી શકે છે, તો કેટલાકને સ્ટેમ્પ વેચાણ માટે નિયત સ્થળ ફા‌ળવી દેવાયા છે. સરકારી વિભાગે કરેલી વ્યવસ્થાની ઐસી-તૈસી કરી કેટલાક વેન્ડર દલાલો મારફતે વિવિધ કચેરીઓમાં ટેબલો મુકાવી નેટવર્ક ચલાવી રહ્યા છે. બહુમાળીમાં પરવાનેદાર કરતાં દલાલોના ટેબલોની સંખ્યા વધુ છે. જ્યાં ગરજાઉ લોકોને સ્ટેમ્પ પેપર્સની અછતના નામે રીતસર લૂંટી લેવાય છે. તેમાં પણ ખોટી એન્ટ્રીના સ્ટેમ્પ પધરાવી દઈ અશિક્ષિત લોકોની સમસ્યામાં વધારો કરી રહ્યા છે.

સ્ટેમ્પ બારડોલીનો હોવાનો પુરાવો

બારડોલી પોસ્ટ ઓફિસે ઇસ્યુ કરેલા આવા થોકબંધ સ્ટેમ્પ પેપર્સ સુરતનો એક ટાઉટ લઈ આવી સ્થાનિક લોકોને બિંદાસ્ત રીતે વેચી રહ્યો છે. મામલે તંત્ર જો યોગ્ય તપાસ કરે તો મસમોટું ભોપાળું ખૂલી શકે એમ છે.

પોસ્ટ માસ્ટરની ભૂમિકા શું?

બારડોલીપોસ્ટ માસ્ટરના સિક્કાવાળા સ્ટેમ્પ વાયા બહુમાળી શહેરના વિવિધ સરનામાઓ પર ખૂલ્લેઆમ વેચાઈ રહ્યા છે. પરવાના સિવાયના વેન્ડરોને ટ્રેઝરી વિભાગ સ્ટેમ્પનું વેચાણ કરતો નથી, જેથી કેટલાક મોટી સંખ્યામાં સ્ટેમ્પ પેપર સુરતમાં ગેરકાયદે ઘુસાડવામાં આવી રહ્યા છે. પોસ્ટ માસ્ટરોના સિક્કા સાથે ઈસ્યુ કરાતાં પોસ્ટ માસ્ટરની ભૂમિકા સામે પણ અનેક પ્રશ્ન ઊભા થયા છે.

કરોડોનાં સ્ટેમ્પ પેપર્સના કાળા બજારની જાળનો આખા દ. ગુજ. પર કબજો

ટાઉટો પાસે વધારે સ્ટોક

કાળાબજારીયા વિરુદ્ધ સત્તાધીશોએ હવે રહી રહીને કવાયત શરૂ કરી છે. નેટવર્કના કેટલાક પ્યાદાં મંગળવારે કલેકટરની સૂચના બાદ પડેલા દરોડામાં પણ પકડાયા હતા. કચેરીઓમાં પડ્યા પાથર્યાં રહેતા કેટલાક દલાલો પરવાનેદાર વેન્ડર કરતાં પણ વધુ સ્ટોક રાખવામાં પાવરધા છે. સ્ટોક તેઓ કયાંથી મેળવે છે તે અંગે તપાસ થાય તો મોટા આકાઓના નકાબ ચિરાય તેમ છે.

ભરૂચ, અંકલેશ્વર, બારડોલી, વાલોડ અને વલસાડના પોસ્ટ માસ્ટરના સિક્કાવાળા સ્ટેમ્પના પણ શહેરમાં ધૂમ કાળાબજાર

અન્ય સમાચારો પણ છે...