તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • { ગૌરવપથ, અડાજણ પાલ અને ઉધનામાં ટ્રેક પર લારી ગલ્લાનો કબજો

{ ગૌરવપથ, અડાજણ-પાલ અને ઉધનામાં ટ્રેક પર લારી-ગલ્લાનો કબજો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાઇકલ ટ્રેક પ્રોજેક્ટ નિષ્ફળ ગયો હવે કોટ વિસ્તારમાં કરોડો ફૂંકાશે

{ કોટમાં સાઇકલ ડેપો બનાવવા પાછળ 22 કરોડનું આંધણ કરવા તંત્રના ઉધામા

{ અડાજણમાં પાલિકાની નિષ્કાળજીથી ગેરકાયદે પાર્કિંગ બની ગયાં

નોનમોટોરાઈઝ વ્હિકલ સિસ્ટમના નામે શહેરના કોટ વિસ્તારમાં નવો સાઇકલ રૂટ બનાવવા પાલિકા રૂ. 22 કરોડનો માતબર ખર્ચ કરવા જઈ રહી છે પણ શહેરના વિવિધ વિસ્તારોમાં પહેલાથી કરોડોનો ધુમાડો કરી તૈયાર કરાયેલા સાઇકલ ટ્રેકના શું હાલ છે તે જાણવાનો પ્રયાસ કર્યો નથી.

ઉધના, બમરોલી, અડાજણ, ગૌરવપથ અને લિંબાયતમાં બનાવાયેલા સાઇકલ ટ્રેક કોઈ રીતે ઉપયોગી બની હાલમાં ‘એન્ક્રોચમેન્ટ’માં તબદીલ થઈ ગયા છે. ક્યાંક ગેરકાયદે પાર્કિંગ છે, ક્યાંક પથારાવાળાઓનું દબાણ છે તો ક્યાંક શાકભાજી બજાર ભરાતાં થઈ ગયાં છે. સ્થિતિ આટલી ગંભીર હોવા છતાં મેટ્રો અને બૂલેટ ટ્રેન દોડાવવાનાં સપનાં વચ્ચે મહાપાલિકા સાઇકલ, ઘોડાગાડી, બળદગાડી જેવા નોન મોટોરાઈઝ વ્હિકલ દોડાવવા પાછળ કરોડોનો ખર્ચ કરવા ઉધામા કરી રહી છે. ખર્ચ પાછળ બીઆરટીએસ કનેક્ટિવિટી, પોલ્યુશન કંટ્રોલ અને ટ્રાફિક સરળ કરવાનાં કારણો આગળ ધર્યાં છે. કોટ વિસ્તારમાં 40થી વધુ સાઇકલ ડેપો બનાવાશે તો પહેલાથી ટ્રાફિકજામથી પીડાતા સાંકડા રસ્તા ઉપર વધારાનું ભારણ થશે.

સાઇકલ ટ્રેક નહીં, તંત્ર અમલ કરાવવામાં નિષ્ફળ છે

સાઇકલિંગનો શોખ અધૂરો રહી ગયો

^ડુમસ રોડ પર સાઇકલ ટ્રેક બનતાં શોખને કારણે નવી સાઇકલ લીધી હતી. આડેધડ પાર્કિંગને લીધે સત્તાધિશોને ફરિયાદ કરી તેનો કોઈ નિરાકરણ આવતાં છેવટે સાઇકલિંગનો શોખ અધૂરો રહી ગયો. > રચનાદેસાઈ, ગૃહિણી

તિકડમબાજ ખાતું નોન-મોટોરાઈઝ વ્હિકલ પ્રોજેક્ટને સફળતા અપાવશે?

પાલિકાનું તંત્ર ઘોર નિદ્રામાં |સાઇકલ ટ્રેક કાયમી દબાણના પર્યાય બની ગયા છે. ઉધના મેઈન રોડ ઉપર બનાવેલા સાઇકલ ટ્રેક પર ખાણી-પીણીની લારીઓનું દબાણ કરી દેવાઇ છે. મોડી રાત સુધી ચાલતી હાટડીઓ સામે કોઈ પગલાં લેવાતા નથી. રાંદેરમાં ટ્રેક પર ગેરેજવાળાઓ વાહનો રિપેરિંગ કરી રહ્યા છે. બમરોલી રોડ, ગૌરવપથનું સાઇકલ ટ્રેક ટ્રક-કાર અને લક્ઝરી બસનાં પાર્કિંગ બની ગયાં છે. અંગે વાકેફ તંત્ર દબાણો હટાવવામાં કેમ આળસ કરે છે તે મામલે આશ્ચર્ય ફેલાઈ રહ્યું છે.

ટ્રાફિકથી રાહત માટે પાલિકાએ બનાવેલા સાઇકલ ટ્રેકનો ઉપયોગ થતાં કરોડોના ખર્ચે સાકારિત પ્રોજેક્ટ ફારસરૂપ બની ગયો છે. પાલિકાએ સાઇકલ ટ્રેક તો બનાવ્યા ટ્રેક ઉપર માત્ર સાઇકલ દોડશે તેનું અમલમાં તંત્ર સદંતર નિષ્ફળ ગયું છે. લાપરવાહીથી સાઇકલ ટ્રેક પ્રોજેક્ટ એક મજાક સમાન બન્યું છે. સાઇકલ દોડાવવાના પ્રયત્નો કેટલા સાર્થક નિવડે છે તે અનેક ગડમથલ ઊભી થઈ છે.

કરોડોનો ખર્ચ થવા છતાં નિરર્થક

^પાલિકાને સાઇકલ ટ્રેક પાછળ ખર્ચેલા નાણાં માટે પસ્તાવાનો વારો આવ્યો છે. કોટમાં સાઇકલ દોડાવવાને બદલે શિક્ષણ અને આરોગ્ય પાછળ નાણાંનો ખર્ચ થવો જોઈએ. > દિનેશકાછડિયા, કોર્પોરેટર

સાઇકલ ટ્રેક રદ કરી રિક્ષા ટ્રેક બનાવો

^સાઇકલટ્રેક પર દબાણ થતાં ટ્રાફિક ન્યુસન્સરૂપ બન્યું છે. પાલિકાએ કોટ વિસ્તારમાં સાઇકલ ટ્રેકને રદ કરી રિક્ષા ટ્રેક બનાવી દેવા જોઈએ, જેથી ટ્રાફિકથી રાહત થશે. > હેમુપંચાલ, બિઝનેસમેન

અન્ય સમાચારો પણ છે...