તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • બાયોલેબ, ઓડિટોરિયમ બની ગયું PHDનાં સ્ટુડન્ટ્સ રિસર્ચ કરી શકશે

બાયોલેબ, ઓડિટોરિયમ બની ગયું PHDનાં સ્ટુડન્ટ્સ રિસર્ચ કરી શકશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બાયોટેકનાં વિદ્યાર્થીઓ કન્વેન્શન હોલનો ઉપયોગ કરતાં હતા, હવે પોતાનાં ડિપાર્ટમેન્ટનાં ઓડિટોરિયમનો ઉપયોગ કરી શકશે. ઓડિટોરિયમમાં 300 જણ બેસી શકશે. સાથે અહીં એક લેડિઝ રૂમ અને વોશરૂમ પણ બનાવાયો છે. વિદ્યાર્થીઓ પ્રેક્ટિકલ નોલેજ મેળવી શકે માટે રિસર્ચ લેબ પણ બનાવાઇ છે.

િસટી રિપોર્ટર | સુરત

યુનિવર્સિટીનાંબાયોટેકનોલોજી ડિપાર્ટમેન્ટમાં વર્ષથી બેચલર ઇન માઇક્રોબાયોલોજીનો નવો કોર્સ શરૂ કરાયો છે, એમ.ફિલ અને પી.એચ.ડીનાં સ્ટુડન્ટ્સ પ્રેક્ટિકલ સુવિધાનો લાભ લઇ શકે માટે દોઢ કરોડનાં ખર્ચે ડિપાર્ટમેન્ટમાં બાયો લેબ અને ઓડિટોરિયમ ડેવલપ કરવામાં આવ્યું છે. આજે લેબ અને ઓડિટોરિયમ ખુલ્લું મૂકાશે. ડિપાર્ટમેન્ટનાં ડો.ગૌરવ શાહે સિટી ભાસ્કર સાથે વાત કરતાં જણાવ્યું કે એમ.ફીલ અને પી.એચ.ડીનાં વિદ્યાર્થીઓ માટે વિવિધ વૈજ્ઞાનિકોને બોલાવીને સેમિનારો યોજવામાં આવે છે. વિદ્યાર્થીઓ સેમિનારનો લાભ લઇ શકશે અને પ્રેક્ટિકલ નોલેજ મેળવી શકશે.

નવા ઓડિટોરિયમમાં હવે સાયન્ટિસ્ટ્સને બોલાવીને સેમિનાર કરાશે

New Things
અન્ય સમાચારો પણ છે...